1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અંબુજા સિમેન્ટ્સની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલે ગ્રામીણ વિસ્તારોમાં નવીન આરોગ્યસંભાળનો માર્ગ મોકળો કર્યો
અંબુજા સિમેન્ટ્સની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલે ગ્રામીણ વિસ્તારોમાં નવીન આરોગ્યસંભાળનો માર્ગ મોકળો કર્યો

અંબુજા સિમેન્ટ્સની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલે ગ્રામીણ વિસ્તારોમાં નવીન આરોગ્યસંભાળનો માર્ગ મોકળો કર્યો

0
Social Share
  • અંબુજાનગર મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ-ગુજરાતમાં અસામાન્ય કદનું ફાઈબ્રોઈડ ધરાવતી મહિલા પર સફળ શસ્ત્રક્રિયા કરાઈ
  • અંબુજાનગર હોસ્પિટલમાં મળતી ખાસ તબીબી સંભાળથી ગ્રામીણ દર્દીઓને સારવાર માટે દૂરના શહેરોમાં મુસાફરી કરવાની ઝંઝટથી મુક્તિ મળી છે. 

અમદાવાદ : વૈવિધ્યસભર અદાણી ગ્રૂપની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા સિમેન્ટ્સ ઇમારતો બાંધવા ઉપરાંત સમુદાયોના વિકાસમાં સક્રિય યોગદાન આપી રહી છે. અંબુજાનગર મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ (AMH) ખાતે હાથ ધરાયેલી અસામાન્ય શસ્ત્રક્રિયા તેનું જીવંત ઉદાહરણ છે. AMH ખાતે અસામાન્ય કદના ફાઇબ્રોઇડ્સની સફળ સર્જરી અને સારવાર કરવામાં આવી છે. 

અંબુજાનગર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં 45 વર્ષીય કૈલાશબેન કાછડીયાને ગાયનેક વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. પેઢામાં દુખાવાની ફરિયાદ થતાં તેમને તબીબી સારવાર આપવામાં આવી. જો કે, અલ્ટ્રાસાઉન્ડ પરીક્ષણ બાદ તેમનામાં ફંડલ ફાઇબ્રોઇડ સહિત મલ્ટિપલ ફાઇબ્રોઇડ્સનું નિદાન કરવામાં આવ્યું. સામાન્ય રીતે આવા તબીબી તારણો ગર્ભાશયનું અસામાન્ય વિસ્તરણ સૂચવે છે. સાત મહિનાની સગર્ભા જેવી અવસ્થા કૈલાશબેન માટે અત્યંત પીડાદાયક હતી. ગાયનેકોલોજિસ્ટ ડૉ. હેતલ ગોહિલ સહિત AMH ની કુશળ મેડિકલ ટીમના સહયોગથી તેની સફળ સર્જરી કરવામાં આવી હતી. 

અંબુજા સિમેન્ટ્સ અંબુજાનગર મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના ડોકટરો અને સ્ટાફના સમર્પિત પ્રયાસોની પ્રશંસા કરે છે. હોસ્પિટલમાં ગ્રામીણ સમુદાયોની આરોગ્યસંભાળ તેમજ ક્રિટીકલ કેસનું અસરકારક સંચાલન કરવામાં આવે છે. ઉચ્ચ ગુણવત્તાની તબીબી સેવાઓ ધરાવતી હોસ્પિટલ સ્થાનિકો માટે આશાનું કિરણ બની છે, વળી તેમને ગંભીર બિમારીઓના ઈલાજ માટે શહેરની ખર્ચાળ મુસાફરી કરવી પડતી નથી. 

અંબુજા સિમેન્ટ્સ બાંધકામ ઉપરાંત સમુદાયીક વિકાસને પ્રોત્સાહન આપતા ગર્વ અનુભવે છે. સમુદાયોને સમૃદ્ધ બનાવવા અને તેમના આરોગ્યની સારસંભાળ સુલભ બનાવવાના તે અવિરત પ્રયાસરત છે. આ પહેલ સમુદાયોની સતત વૃદ્ધિ માટે બ્રાન્ડના અતૂટ સમર્પણના પ્રમાણપત્ર સમાન છે.

(PHOTO-FILE)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code