
અમદાવાદ: શહેરના મ્યુનિ કમિશનર સ્વચ્છતાના આગ્રહી છે. શહેરમાં મજબુત, ટકાઉ રોડથી લઈને સ્વચ્છતા માટે પણ અધિકારીઓને સુચના આપતા હોય છે. શહેરના જાહેર રસ્તાઓ પર ગંદકી કરનારા કે કચરો ફેંકનારા સામે દંડનીય કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં જાહેરમાં કચરો ફેંકતા શહેરીજનો તેમજ ગંદકી ફેલવાતા એકમો પર AMCની નજર છે. હાલગંદકી કરનારા દુકાનદારો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મધ્ય ઝોનમાંથી 1 લાખથી વધુ દંડ વસૂલાયો છે. 55 ખાણીપીણી અને અન્ય દુકાનો પર કાર્યવાહી કરવામાં આવી છે. માણેકચોકનાં રાત્રિ બજારને 10 હજારનો દંડ તથા ખાડિયા અભિષેક માર્કેટને 18 હજાર અને એવન માર્કેટને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પાંચ કૂવા મહાલક્ષ્મી ટ્રેડર, અસારવાનાં ભગવતી ફૂટ વેર, ટંકશાળની અરિહંત એન્ટર પ્રાઇઝને પણ દંડની નોટિસ આપવામાં આવી હતી. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ફરી એકવાર સ્વચ્છતા અભિયાન અંતર્ગત ખાસ ડ્રાઇવ શરૂ કરાઇ છે. જાહેર રસ્તા પર ગંદકી કરતા એકમો સામે લાલ આંખ કરી એકમ સીલ કરવા સુધીની કાર્યવાહી કરવા સૂચનાઓ અપાઇ છે. શહેરમાં સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી ખાસ ડ્રાઇવ ચાલી રહી છે. શહેરમાં ધંધાકીય એકમ બહાર કચરો નાખનારા સામે દંડનાત્ક તેમજ એકમ સીલ કરવા સુધીની કાર્યવાહી કરાશે. એએમસી હેલ્થ કમિટીની મળેલી બેઠકમાં સૂચનાઓ અપાઇ છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદ મહાનગરપાલિક દ્વારા સફાઇ અભિયાન અંતર્ગત શ્રેણી બંધ પગલા લેવામાં આવી રહ્યા છે. જાહેર રસ્તા પર કચરો નાખનારા એકમો સામે લાલ આંખ કરી એકમ સીલ કરવા સુધીની કાર્યવાહી ચાલી રહી છે. રાત્રી દરમિયાન ખાણી-પીણા માર્કેટ દ્વારા કચરો જાહેર રસ્તા પર નાખવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત એએમસી સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી રેસ્ટોરન્ટ, હોટલ અને લારી-ગલ્લા પર ચાલતા ખાદ્ય એકમો પાસેથી દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. જો આગામી સમયમાં નિયમનું પાલન નહીં કરે તો લારી-ગલ્લા જપ્ત કરવા સુધી તેમજ એકમ સીલ કરવા સુધી કાર્યવાહી કરવામાં આવશે. હવે જાહેરમાં કચરો ફેંકતા રહીશો સામે પણ પગલાં લેવામાં આવશે