1. Home
  2. ગુજરાતી
  3. સેના પ્રમુખ જનરલ આજથી ત્રણ દિવસ નેપાળના પ્રવાસે
સેના પ્રમુખ જનરલ આજથી ત્રણ દિવસ નેપાળના પ્રવાસે

સેના પ્રમુખ જનરલ આજથી ત્રણ દિવસ નેપાળના પ્રવાસે

0
  • સેના પ્રમુખ નરવણે ત્રણ દિવસ નેપાળના પ્રવાસે
  • ભારત અને નેપાળની મિત્રતા મજબૂત થશે – સેના પ્રમુખ
  • નેપાળી સેનાના આર્મી કમાન્ડ અને વિદ્યાર્થી-અધિકારીઓને કરશે સંબોધિત

દિલ્લી: સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેનો ત્રણ દિવસીય નેપાળ પ્રવાસ આજથી શરૂ થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી બંને દેશો વચ્ચે સરહદ વિવાદ ચાલી રહ્યો છે. એવામાં ભારતીય સેના પ્રમુખનો આ પ્રવાસ ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

નેપાળ પ્રવાસ પર જનરલ નરવણે વડાપ્રધાન કેપી શર્મા ઓલી સહીત નેપાળી સમકક્ષ જનરલ પૂરણચંદ થાપા સાથે મુલાકાત કરશે. તેઓ નેપાળી સેનાના આર્મી કમાન્ડ અને સ્ટાફ કોલેજમાં વિદ્યાર્થી-અધિકારીઓને સંબોધિત પણ કરશે.

નેપાળના બે દિવસીય પ્રવાસ પહેલા સેના પ્રમુખ નરવણે એ તેમની આ મુલાકાતને મહત્વપૂર્ણ ગણાવી છે. તેમણે કહ્યું કે, તેમની આ મુલાકાતથી ભારત અને નેપાળની મિત્રતા મજબૂત થશે.

સેના પ્રમુખ નરવણે એ કહ્યું કે,”હું ખુશનસીબ છું કે ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટે કાઠમાંડુ જઈ રહ્યો છું. “હું આવા આમંત્રણ પર નેપાળની મુલાકાત લઈને અને મારા સમકક્ષ જનરલ થાપાને મળીને ખુશ છું. મને ખાતરી છે કે, આ મુલાકાત બંને સેનાઓને મજબૂત બનાવનારા બંધનો અને મિત્રતાને મજબૂત બનાવવામાં એક લાંબો રસ્તો નક્કી કરશે.

ભારતના સહયોગથી બનેલા વિદ્યાલયના ભવનનું ઉદ્દઘાટન

અહીં નેપાળના નવલપુર જિલ્લામાં ભારતના સહયોગથી એક વિદ્યાલયના ભવનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. તેનું નિર્માણ ભારતની આર્થિક સહાય રૂ. 2.583 કરોડથી બનાવવામાં આવ્યું હતું. રાજધાની કાઠમાંડુમાં ભારતીય દૂતાવાસ,જિલ્લા સંકલન સમિતિ,વિદ્યાલય પ્રબંધક સમિતિ અને સ્થાનિક આગેવાનોએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ ભવનનું ઉદ્દઘાટન કર્યું હતું.

_Devanshi

tags:

LEAVE YOUR COMMENT