1. Home
  2. ગુજરાતી
  3. અદાણી ગેસ લિમિટેડના નાણાંકિય વર્ષ 2020-21ના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો
અદાણી ગેસ લિમિટેડના નાણાંકિય વર્ષ 2020-21ના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો

અદાણી ગેસ લિમિટેડના નાણાંકિય વર્ષ 2020-21ના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો

0
Social Share
  • કરવેરા પછીના નફામાં 13 ટકા વૃધ્ધિ સાથે રૂ.218 કરોડનો ઈબીઆઈટીડીએ નોંધાવ્યો
  • સંચાલનની આવક વધીને રૂ.441 કરોડ થઈ

બીજા ત્રિમાસિક ગાળાની સંચાલનલક્ષી વિશેષતાઓ (સ્ટેન્ડએલોન)

  • ઝડપથી બદલાતા વાતાવરણ વચ્ચે ત્રિમાસિક ગાળા દરમ્યાન સપ્તાહના સાતેય દિવસ, ચોવીસે કલાક અવિરત પૂરવઠો ચાલુ રાખ્યો
  • અગાઉના વર્ષે સમાન ત્રિમાસિક ગાળામાં 146 MMSCM ની તુલનામાં કોવિડ-19ની અસર ચાલુ રહેવા છતાં સીએનજી અને પીએનજીનું 131 MMSCM વોલ્યુમ નોંધાવ્યું
  • સપ્ટેમ્બર 2020માં સરેરાશ વોલ્યુમ 1.59 MMSCM સામે ચાલુ નાણાંકિય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 0.71 MMSCM ની સાથે વોલ્યુમમાં રિકવરીનો નોંધપાત્ર પ્રવાહ દર્શાવ્યો
  • કંપનીએ અહેવાલના ત્રિમાસિક ગાળામાં સીએનજી સ્ટેશનના નેટવર્કની સંખ્યા વધારીને 134 કરી છે. નવા 19 સીએનજી સ્ટેશન પણ શરૂ કર્યા છે
  • સીએનજી હોમ કનેક્શન વધીને 4.46 લાખ થયા (બીજા ત્રિમાસિક ગાળામાં 7,704 નવા જોડાણો ઉમેરાયા
  • કોમર્શિયલ અને ઔદ્યોગિક જોડાણો વધીને હવે 4,588 થયા

અહેવાલના ત્રિમાસિક ગાળાની નાણાંકિય વિશેષતાઓ (સ્ટેન્ડએલોન)

  • સંચાલનની આવક ગયા વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ.503 કરોડ સામે અહેવાલના ગાળામાં રૂ.441 કરોડ થઈ
  • ઈબીઆઈટીડીએ વાર્ષિક ધોરણે 48 ટકાના વધારા સાથે રૂ.218 કરોડ થયો, જે અગાઉના વર્ષે સમાન ગાળામાં રૂ.147 કરોડ હતો
  • અગાઉના વર્ષે બીજા ત્રિમાસિક ગાળામાં રૂ.120 કરોડના કરવેરા પછીના નફાની તુલનામાં અહેવાલના ગાળામાં નફો વાર્ષિક ધોરણે વધીને રૂ.136 કરોડ થયો

અન્ય વિશેષતાઓ

  • ટોટલ હોલ્ડીંગ્ઝ એસએએસને કંપનીના સંયુક્ત પ્રમોટર તરીકે જોડાવાના પરિણામે બોર્ડે કંપનીનું નામ અદાણી ગેસ લિમિટેડ (એજીએલ) થી બદલીને અદાણી ટોટલ ગેસ લિમિટેડ (એટીજીએલ) કર્યું છે.
  • કંપનીના બોર્ડે નીચે મુજબની મંજૂરીઓ આપી છે
  • કંપનીએ તેના મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં ફેરફાર કરીને તેના ઉદ્દેશોમાં બાયો ગેસનો બિઝનેસ, બાયો ફ્યુઅલ, બાયો માસ, એલસીએનજી, એચસીએનજી, ઈવી, વિવિવધ સાધનો માટે હાઈડ્રોજન મેન્યુફેક્ચરીંગ અને સીજીડી બિઝનેસ વગેરે માટે મૂલ્યવર્ધિત સર્વિસીસની જોગવાઈઓ કરી છે
  • વિદેશી ચલણમાં 400 મિલિયન યુએસ ડોલરના બોન્ડ ઈસ્યુ કરીને ભંડોળ વધારવાની દરખાસ્તને મંજૂરી આપી છે

અમદાવાદ, તા.4 નવેમ્બર, 2020: અદાણી ગેસ લિમિટેડે 30 સપ્ટેમ્બર, 2020ના રોજ પૂરા થતા બીજા ત્રિમાસિક ગાળાના પરિણામોની આજે જાહેરાત કરી છે.

સ્ટેન્ડએલોન નાણાંકિય વિશેષતાઓઃ

  • 30 સપ્ટેમ્બર 2020ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીને નાણાંકિય વર્ષ 2008-09 બાબતે ગેસ જોડાણોની આવક અંગે સર્વિસ ટેક્સની જવાબદારી બાબતે માનનીય સુપ્રિમ કોર્ટનો ઓગષ્ટ 2020નો ઓર્ડર મળ્યો છે.

ત્રિમાસિક ગાળાના પરિણામો અંગે પ્રતિભાવ આપતાં અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે  “દેશના એજન્ડા સાથે જોડાયેલી અમારી વિવિધ પહેલ અંગે ધ્યાન આપવામાં ક્યારેય ફર્ક આવ્યો નથી. ગેસ આધારિત અર્થતંત્ર પર્યાવરણને તો લાભદાયી છે જ, પણ આરોગ્ય માટેના જોખમમાં ઘટાડો, વ્યાપક અને સ્વચ્છ ઉપયોગિતા, ઉર્જા કાર્યક્ષમતા, પરિવહન ક્ષમતાની સાથે સાથે વૈશ્વિક ગેસ ખર્ચના માળખાને કારણે વિદેશી હુંડિયામણમાં બચત જેવા મોરચે રાષ્ટ્રીય મહત્વ ધરાવે છે. મારી ધારણા મુજબ ગેસ તરીકે ભારતને વધુ સ્વચ્છ અને સુપિરિયર એનર્જી મિક્સ પ્રાપ્ત થયું છે. અમે આ ક્ષેત્રમાં અગ્રણી બનવા કટિબધ્ધ છીએ.”

અદાણી ગેસના સીઈઓ શ્રી સુરેશ પી. મંગલાણી જણાવે છે કે “અદાણી ગેસે મહામારી ચાલુ હોવા છતાં અત્યાર સુધીની સૌથી ઉત્તમ નાણાંકિય કામગીરી અને ભૌતિક કામગીરી દર્શાવી છે. અમારૂં વિઝન હંમેશા ગેસ અંગેની માળખાગત સુવિધાઓને વેગ આપવાનું તથા સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનું વિસ્તરણ કરીને અદાણી ગેસને હાંસલ થયેલા 19 ભૌતિક વિસ્તારોમાં પહોંચવાનું છે. અમે સક્રિય બનીને પીએનજી અને સીએનજીનું માળખું ફાસ્ટટ્રેક મોડમાં વિસ્તારી રહ્યા છીએ.  પીએનજી ઉપરાંત અમે સમાજને તેમના વાહનો પર્યાવરણલક્ષી સીએનજીમાં રૂપાંતર કરવા અને કાર્બનનો વ્યાપ ઘટાડવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ.”

અદાણી ગેસ અંગેઃ

અદાણી ગેસ લિમિટેડ એ સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનો વિસ્તાર કરીને ઔદ્યોગિક કોમર્શિયલ ઘર વપરાશ (નિવાસી) ગ્રાહકોને  પાઈપ્ડ નેચરલ ગેસ (પીએનજી) પહોંચાડવાની તથા ટ્રાન્સપોર્ટ સેક્ટરને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી)ના વિતરણની કામગીરી કરે છે. 38 ભૌગોલિક વિસ્તારોમાં કંપનીને ગેસ વિતરણની જવાબદારી સોંપાઈ છે. આ વિસ્તારો ભારતની 8 ટકા વસતિ જેટલા થાય છે. અદાણી ગેસ લિમિટેડ ઉર્જા મિક્સમાં નેચરલ ગેસનો હિસ્સો વધારવાના રાષ્ટ્રીય પ્રયાસોમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી રહી છે. આમાંથી 38 ભૌગોલિક વિસ્તારોનું સંચાલન અદાણી ગેસ લિમિટેડ કરે છે અને બાકીના વિસ્તારોનું સંચાલન ઓઈલ- અદાણી ગેસ પ્રા.લિ. (આઈઓએજીપીએલ)- અદાણી ગેસ લિમિટેડ અને ઓઈલ કોર્પોરેશન લિમિટેડના 50:50ના સંયુક્ત સાહસ તરીકે કરે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code