
રશિયા-યુક્રેન સંકટ વચ્ચે રશિયન વિદેશમંત્રી વાલરોવ આ અઠવાડિયે ભારતની લઈ શકે છે મુલાકાત – ખાસ મુદ્દાઓ પર થશે ચર્ચા
- રશિયાના વિદેશમંત્રી ભારકતની લેશે મુલાકાત
- ચીનની મુલાકાત બાદ આ અઠવાડિયામાં ભારત આવશે
- અનેક મુદ્દાઓ પર થી શકે છે ચર્ચા
- યુદ્ધ સ્થિતિ વચ્ચે તેમની આ મુલાકાત ચર્ચાનો વિષય
દિલ્હીઃ- રશિયા અને યુક્કેન વચ્ચે હાલ પણ યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે,રશિયા દ્રાલા સતત યુક્રેન પર હુમલાો કરવાના એહવાલ મળી રહ્યા છે ત્યારે આવી સ્થિતિમાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ ભારતની મુલાકાતે આવી શકે છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ અઠવાડિયાની અંદેર રશિયાન વિદેશ મંત્રી ભારત આવી શકે છે. તેમની આ મુલાકાત દરમિયાન નવી દિલ્હી મોસ્કોથી તેલ અને લશ્કરી સાધનોની ખરીદી માટે પેમેન્ટ સિસ્ટમ પર ચર્ચા થઈ શકે છે.
આ સાથે જ એવી પણ જાણકારી મળી રહી છે કે લાવરોવ ચીનની બે દિવસની મુલાકાત પૂર્ણ કર્યા પછી ગુરુવાર અથવા શુક્રવારે ભારત આવી શકે છે,જો કે મોસ્કોએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન સામે લશ્કરી આક્રમણ શરૂ કર્યું ત્યારથી રશિયા તરફથી આ ભારતની સર્વોચ્ચ સ્તરની મુલાકાત હશે. યુદ્ધ શરુ થયા પછી રશિયાના મંત્રીની આ મુલાકાત જો શક્ય બને છે તો વિશ્વભરના દેશોની નજર આ મુલાકાત પર એટકેલી રહેશે.
જો કે રશિયા તરફથી વિદેશમંત્રીની આ મુલાકાતને લઈને કોી પણ સત્તાવાર રીતે જાણકારી અપાઈ નથી, જો કે તેઓ ચીનની મુલાકાત બાદ અઠવાડિયાના અંતે ભારતની મુલાકાત લઈ શકે તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે.
ચીનના વિદેશ પ્રધાન વાંગ યી, યુએસના રાજકીય બાબતોના અન્ડર સેક્રેટરી વિક્ટોરિયા નુલેન્ડ અને ઑસ્ટ્રિયા અને ગ્રીસના વિદેશ પ્રધાનો સહિત ઘણા ઉચ્ચ સ્તરીય વ્યક્તિઓએ ભારતની મુલાકાત લીધી છે.ત્યારે હવે રશિયાના વિદેશમંત્રીની આ મુલાકાત અંગે ચર્ચાઓ થી રહી છે.આ સાથે જ બ્રિટિશ વિદેશ સચિવ લિઝ ટ્રુસ ગુરુવારે ભારતની મુલાકાતે આવી રહ્યા છે.
જો રશિયાન વિદેશમંત્રી લાવરોવની ભારત આવે છે તો આ મીટિંગ દરમિયાન રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ અને લશ્કરી સાધનોની ખરીદી માટે ચૂકવણીની પદ્ધતિ પર ચર્ચા થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.