
ચીન સાથે તણાવની સ્થિતિ વચ્ચે તિબેટના બૌદ્ધ નેતા દલાઈ લામાનું નિવેદન -કહ્યું ‘ચીન પાછા ફરવાનો કોઈ અર્થ નથી,હું ભારતને કરું છું પસંદ’
- દલાઈ લામા નું નિવેદન
- ચીન પાછા ફરવાનો કોઈ સવાલ નથી
- કહ્યું હું ભારતને કરું છું પસંદ
દિલ્હીઃ- ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા સમયથી તણાની સ્થિતિ સર્જાય છે ત્યારે હવે તવાંગ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેની અથડામણ બાદ દલાઈ લામાની પ્રતિક્રિયા પણ સામે આવી .આ સરહદી સંઘર્ષની વચ્ચે બૌદ્ધ સાધુઓ હજુ પણ ભારતને પસંદ કરી રહ્યા છે. તે જ સમયે, હવે તિબેટના બૌદ્ધ નેતા દલાઈ લામાએ પણ ભારતને પોતાનું પ્રિય સ્થળ ગણાવ્યું છે.
જાણકારી અનુસાર મીડિયા તરફથી જ્યારે દલાઈ લામાને તવાંગ સ્ટેન્ડઓફને લઈને ચીનને તેમના સંદેશ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “વસ્તુઓ સુધરી રહી છે. ચીન યુરોપ, આફ્રિકા અને એશિયામાં વધુ લવચીક છે, પરંતુ ચીનમાં પાછા ફરવાનો કોઈ જ અર્થ નથી.” મને ભારત ગમે છે. કાંગડા-પંડિત નેહરુની પસંદગી, આ જગ્યા મારું કાયમી રહેઠાણ છે.
આ સાથે જ તવાંગ અથડામણ બાદ પ્રખ્યાત તવાંગ મઠના સાધુઓએ ચીનને ચેતવણી આપી છે કે “આ 1962 નથી, આ 2022 છે” અને “આ PM નરેન્દ્ર મોદીની સરકાર છે”. તવાંગ મઠના સાધુ લામા યેશી ખાવોએ કહ્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈને પણ છોડશે નહીં. અમે મોદી સરકાર અને ભારતીય સેનાને સમર્થન આપીએ છે.