
આવતીકાલે આકાશમાં દેખાશે ચંદ્રનો અદ્ભૂત નજારો -જાણો સૂપર બ્લૂ મૂન વિશે અહીં
દિલ્હીઃ આવતીકાલે એટલે કે 30 ઓગસ્ટના રોજ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંઘ છે ત્યારે આ દિવસે આકાશમાં સપર બ્લૂ મૂનનો અદ્ભુૂત નજારો જોવા મળવાનો છે.આ દિવસે ચંદ્ર આકાશમાં અદ્ભુત દેખાશે. તેને બ્લુ મૂન અથવા સુપર બ્લુ મૂન કહેવામાં આવે છે. બુધવાર એટલે કે 30 ઓગસ્ટે થનારી આ અવકાશી ઘટના ઘણા વર્ષો સુધી ફરી નહીં બને, એટલા માટે આ ઘટના મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.આ દર્ષ્યને નિહાળવા ફરી કેટલોક સમય લાગી શકે છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે આકાશમાં દેખાતા ચંદ્રના આ અદ્ભૂત નજારાને સુપર બ્લુ મૂન કહેવામાં આવે છે પરંતુ ચંદ્ર આ દિવસે વાદળી દેખાતો નથી. ખરેખર, રાત્રે ચંદ્ર નારંગી રંગ જેવો દેખાવા ગાલે છે. સુપર બ્લુ મૂન આ વર્ષે અત્યાર સુધી દેખાતો ત્રીજો સૌથી મોટો ચંદ્ર હશે. આ ખરેખર એક રોમાંચક ઘટના છે.પૂર્ણ ચંદ્ર સામાન્ય રીતે મહિનામાં એકવાર (દર 30 દિવસે અથવા તેથી વધુ) આવે છે, પરંતુ જ્યારે વાદળી ચંદ્ર હોય ત્યારે તે બે વાર થાય છે. બ્લુ મૂન બે પ્રકારના હોય છે, પરંતુ બંનેને રંગ સાથે કોઈ લેવાદેવા નથી.