
અમેરિકામાં ફરી ગોળીબારની ઘટના -લ્યુઇસિયાનામાં સ્કુલની બહાર 3 લોકોને ગોળી મારતા વૃદ્ધ મહિલાનું મોત
- અમેરિકામાં ગોળીબારની ઘટના
- એક વૃદ્ધ મહિલાનું મોત
દિલ્હીઃ-દેશની મહાસત્તા ગણાતા અમેરિકામાં અવાર નવાર ગોળીબારની ઘટનાઓ બનતી રહેતી હોય છે તેવી સ્થિતિમાં ફરી અમેરિકામાં ગોળીબારની ઘટના સામે આવી છે. મંગળવારે રાત્રે ટેક્સાસના ઉવાલ્ડેમાં એક પ્રાથમિક શાળામાં 21 લોકો માર્યા ગયા તેના એક અઠવાડિયા પછી વિતેલા દિવસને મંગળવારે લ્યુઇસિયાનાના ન્યુ ઓર્લિયન્સમાં હાઇસ્કૂલની બહાર ત્રણ લોકોને ગોળી મારી દેવામાં આવી હતી.
યુએસ મીડિયાએ માહિતી આપી હતી કે લુઇસિયાનાના ન્યૂ ઓર્લિયન્સમાં એક હાઇ સ્કૂલમાં ગ્રેજ્યુએશન સેરેમની દરમિયાન ત્રણ લોકોને સ્કૂલની બહાર ગોળી મારી દેવામાં આવી હતી. ફાયરિંગની ઘટના કોન્વોકેશન સેન્ટરની બહાર પાર્કિંગમાં બની હતી. સ્નાતક સમારંભો માટે ઘણી ઉચ્ચ શાળાઓ દ્વારા સ્થળનો ઉપયોગ કરવામાં આવે છે. સાક્ષીઓએ યુએસ મીડિયાને જણાવ્યું કે તેમને અચાનક 5-10 ગોળીબારનો અવાજ સંભળાયો હતો જેમાં એક વૃદ્ધ મહિલાનું મોત નિપજ્યું
ફાયરિંગની આ ઘટનામાં એક વૃદ્ધ મહિલાનું મોત થયું છે જ્યારે બે પુરુષો ઘાયલ થયા છે. મોરિસ જેફ હાઈસ્કૂલમાં ગ્રેજ્યુએશન સમારોહ પછી, ઝેવિયર યુનિવર્સિટીના પાર્કિંગમાં બે માણસો વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થયો, ત્યારબાદ આરોપીઓએ ગોળીબાર કર્યો, ન્યૂ ઓર્લિયન્સ પોલીસે જણાવ્યું હતું.
આ ઘટનાને લઈને ઓછામાં ઓછા ત્રણ લોકોને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા, પરંતુ બપોરે 1.10 વાગ્યા સુધીકોઈની ધરપકડ કરવામાં આવી ન હતી. આ ઘટનાને “હિંસાનું મૂર્ખ કૃત્ય” તરીકે વર્ણવ્યું હતું જે બે મહિલાઓ વચ્ચેના ઝઘડાથી શરૂ થયું હતું.