1. Home
  2. ગુજરાતી
  3. થાઈલેન્ડના PMને એક સાંસદે રિંગમાં ફાઈટની આપી ચેલેન્જ, PMની ઉંમરને ધ્યાનમાં રાખી એક હાથે કરશે ફાઈટ
થાઈલેન્ડના PMને એક સાંસદે રિંગમાં ફાઈટની આપી ચેલેન્જ, PMની ઉંમરને ધ્યાનમાં રાખી એક હાથે કરશે ફાઈટ

થાઈલેન્ડના PMને એક સાંસદે રિંગમાં ફાઈટની આપી ચેલેન્જ, PMની ઉંમરને ધ્યાનમાં રાખી એક હાથે કરશે ફાઈટ

0
Social Share

દિલ્હીઃ દુનિયાના વિવિધ દેશોમાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સામે વિપક્ષ દ્વારા દેખાવો અને સૂત્રોચ્ચાર સહિતના પ્રદર્શન કરવામાં આવે છે. જો કે, થાઈલેન્ડના એક સાંસદે વડાપ્રધાનને પરંપરાગત માર્શલ આર્ટસ મુઆય થાઈ ફાઈટનો પડકાર ફેંક્યો છે. એટલું જ નહીં પોતે હારી જશે તો પદ ઉપરથી રાજીનામું આપવાની અને જીતશે તો સરકારે ત્રણ શરતો સ્વિકારવી પડશે તેવી માંગણી કરી છે. સાંસદે વડાપ્રધાનને આપેલી ચેલેન્જનો કેટલાક સાંસદોએ વિરોધ કર્યો હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર થાઈલેન્ડમાં મોંગ્કોલકિટ નામના એક સાંસદે વડાપ્રધાન પ્રયુત ચાનો ચાને ચેલેન્જ આપી છે કે, પરંપરાગત માર્શલ આર્ટસ ફાઈટ કરે. મોંગ્કોલકિટનું કહેવુ છે કે, તે પીએમ સાથે ફાઈટ કરવા માગે છે. જો તેઓ વડાપ્રધાન સાથે ફાઈટમાં જીતી જાય તો સરકારે તેમની ત્રણ માગ પુરી કરવી પડશે. તેઓ ઈચ્છે છે કે, સરકાર થાઈલેન્ડના લોકો માટે મોર્ડેના અને ફાઈઝર જેવી વેક્સિનની મગાવાની વ્યવસ્થા કરે. સાંસદે જણાવ્યું હતું કે, વડાપ્રધાન સાથે પર્સનલી દુશ્મની નથી પણ મારે દેશની જનતા માટે કંઈક કરવું છે. જેથી તેમને ફાઈટની ચેલેન્જ આપી છે. તેમજ જો હું જીતી જાવ તો સરકારે પ્રજા માટે મોર્ડેના અને ફાઈઝર જેવી વેક્સિનની મગાવાની વ્યવસ્થા કરવી પડશે. આ ઉપરાંત કોરોના જે લોકોએ સ્વજન ગુમાવ્યા છે તેમને આર્થિક મદદ કરવામાં આવે અને કોવિડથી સાજા થયેલા લોકોને રાહત આપવી જોઈએ. આ ફાઈટમાં હું હારી જઈશ તો રાજીનામું આપી દઈશ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મારી અને પીએમની લંબાઈ અને વજન એક સમાન છે જો કે, તેઓ મારા કરતા 27 વર્ષ મોટા હોવાથી હું તેમની સાથે ફાઈટમાં માત્ર એક જ હાથનો ઉપયોગ કરીશ. થાઈલેન્ડમાં સાંસદે આપેલી આ ચેલેન્જ હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તેમજ કેટલાક સાંસદોએ વિરોધ કરીને પીએમને ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. 40 વર્ષના આ સાંસદ સોશિયલ મીડિયામાં સક્રિય રહે છે અને જીમમાં ટ્રેનિંગના વીડિયો અવાર-નવાર સોશિયલ મીડિયામાં શેયર કરે છે. એટલું જ નહીં સેક્સ સહિતના મુદ્દાઓ ઉપર નિવેદનના કારણે તેઓ યુવાનોમાં પણ લોકપ્રિય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code