1. Home
  2. ગુજરાતી
  3. વર્ષ 2020માં સૌથી વધુ પસંદ કરવામાં આવેલ શબ્દ Anderhalvemetersamenleving,, જાણો તેનો મતલબ
વર્ષ 2020માં સૌથી વધુ પસંદ કરવામાં આવેલ શબ્દ Anderhalvemetersamenleving,, જાણો તેનો મતલબ

વર્ષ 2020માં સૌથી વધુ પસંદ કરવામાં આવેલ શબ્દ Anderhalvemetersamenleving,, જાણો તેનો મતલબ

0
Social Share
  • વર્ષ 2020 માં સૌથી વધુ ચર્ચામાં રહ્યો કોરોના વાયરસ
  • હવે તેને ‘વર્ડ ઓફ ધ યર’ તરીકે પસંદ કરવામાં આવ્યો
  • Anderhalvemetersamenleving શબ્દ કોરોના વાયરસ અને સોશિયલ ડિસ્ટન્સથી સંબંધિત

મુંબઈ: વર્ષ 2020માં કોરોના વાયરસ સૌથી વધુ ચર્ચામાં રહ્યો. બિઝનેસથી લઈને ફિલ્મ જગત સુધી કોરોનાની અસર જોવા મળી છે અને દરેક જણ તેનાથી પ્રભાવિત થયા. સાથે જ કોરોના વાયરસના કારણે કેટલાક શબ્દોની પણ ઘણી ચર્ચા થઇ. જેમાં આઇસોલેશન, ક્વોરેનટાઈન, સોશિયલ ડિસ્ટન્સ વગેરે શબ્દ સામેલ છે. હવે કોરોના વાયરસથી જોડાયેલા એક શબ્દને ‘વર્લ્ડ ઓફ ધ યર’ તરીકે ગણવામાં આવ્યો છે. તે એક ડચ વર્ડ છે, જેની સૌથી વધુ ચર્ચા થઇ અને હવે તેને વર્ડ ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

શું છે આ શબ્દ?

ખરેખર નેધરલેન્ડના પ્રમુખ ડીક્ષનરી નિર્માતા વૈનડેલે આ શબ્દને વર્ડ ઓફ ધ યર તરીકે પસંદ કર્યો છે અને તેના માટે ચુનાવ કરવામાં આવ્યો હતો. આ શબ્દ Anderhalvemetersamenleving છે. આમ તો આ ખુબ જ મોટો શબ્દ છે. અને તેનું ઉચ્ચારણ કરવું ખૂબ મુશ્કેલ પણ હોઈ શકે છે. આ એક જ શબ્દમાં 26 કેરેક્ટર છે. અને તે કોરોના વાયરસથી જ સંબંધિત છે. અને કોરોના વાયરસ સંકટ દરમિયાન તેનો ઘણો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડીક્ષનરીનું કહેવું છે કે, Anderhalvemetersamenleving શબ્દની ઘણી ડીમાંડ હતી.

શું છે તેનો મતલબ ?

Anderhalvemetersamenleving શબ્દ કોરોના વાયરસ અને સોશિયલ ડિસ્ટન્સથી સંબંધિત છે. જો તેનું અંગ્રેજીમાં ભાષાંતર કરીએ તો, તે છે, one-and-a-half-metre-society.’ અને જો તેનું હિન્દીમાં ભાષાંતર કરીએ તો,તેનો મતલબ થશે, ‘डेढ़ मीटर समाज.’ આ શબ્દનો ઉપયોગ અંતર રાખવા સંદર્ભમાં કરવામાં આવ્યો છે,એટલે કે,તે આપણા ‘સોશિયલ ડિસ્ટન્સ’સાથે જોડાય શકાય છે.

30 ટકા લોકોએ કર્યો હતો વોટ

આમ તો આ શબ્દને એપ્રિલમાં ડીક્ષનરીમાં સામેલ કરવામાં આવ્યો હતો,જ્યારે હોલેન્ડમાં કોરોના વાયરસના દર્દીઓમાં વધારો થયો હતો. આનો ઉપયોગ સરકાર તરફથી પાંચ ફૂટ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોની જેમ કરવામાં આવ્યો હતો. વૈન ડેલે દર વર્ષની જેમ એક પોલ કરાવ્યું હતું. જેમાં લગભગ 12,000 લોકોએ ભાગ લીધો હતો અને આ શબ્દ માટે 30 ટકાથી વધુ લોકોએ વોટ આપ્યો હતો, ત્યારબાદ તેને વર્ડ ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો. આ પછી બીજા સ્થાન પર છે fabeltjesfuik, જેનો મતલબ થાય છે, નોનસેન્સ ટ્રેપ છે.

આ સાથે જ આ લિસ્ટમાં ત્રીજા સ્થાને viruswappie ની પસંદગી કરવામાં આવી છે. તેનો શબ્દ એવા લોકો માટે વપરાય છે, જે કોરોના વાયરસને ગંભીરતાથી લઈ રહ્યા નથી. આ સિવાય ટોપ -10ની લિસ્ટમાં આવા ઘણા શબ્દો સામેલ છે, જે કોરોના વાયરસથી સંબંધિત છે. આ વખતે કોરોના વાયરસની સૌથી વધુ ચર્ચા થવાને કારણે ઘણા નવા શબ્દો પણ સામે આવ્યા છે.

-દેવાંશી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code