
જનરલ નરવણેની જાહેરાત – જનરલ બિપીન રાવતની યાદમાં ચેયર ઓફ એક્સલેન્સની કરાશે સ્થાપના
- ચેયર ઓફ એક્સલન્સની કરાશે સ્થાપના
- જનરલ બિપીર રાવતની યાદમાં બનશે
- જનરલ નરવણે એ કરી આ અંગેની જાહેરાત
દિલ્હી- પ્રાપ્ત જાણકારી પ્રમાણે જનરલ નરવણેએ જનરલ બિપિન રાવતની 65મી જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ આ જાહેરાત કરી હતી કે ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતની યાદમાં ‘ચેર ઑફ એક્સલન્સ’ની સ્થાપના કરવાની જાહેરાત કરી છે.
યુનાઈટેડ સર્વિસ ઈન્સ્ટિટ્યુશન ઑફ ઈન્ડિયા દ્રારા આ સ્થાપના કરવામાં આવશે, આ અંગે સેના દ્વારા આ સંદર્ભમાં એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે. 5 લાખ રૂપિયાનો ચેક યુએસઆઈના ડાયરેક્ટર મેજર જનરલ બીકે શર્માને સોંપવામાં આવ્યો છે, એમ નિવેદનમાં જણાવાયું છે. આ ચેક માનદ રકમ તરીકે નિયુક્ત ‘ચેર ઓફ એક્સેલન્સ’ને ચૂકવવામાં આવશે.ઉલ્લેખનીય છે કે યુએસઆઈના ડાયરેક્ટર મેજર જનરલ બીકે શર્મા નિવૃત્ત થઈ ગયા છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દિવંગત જનરલ બિપિન રાવત, ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, એક અસાધારણ વ્યાવસાયિક હતા. તેમણે ભારતીય સેનામાં સૌથી મહત્વપૂર્ણ ફેરફારો કર્યા.ભારતીય સેનાના 27માં આર્મી ચીફ જનરલ બિપિન રાવતની યાદમાં સ્થાપિત, ‘ચેર ઑફ એક્સલન્સ’ સશસ્ત્ર દળોમાં એકતા અને અખંડિતતા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને કાર્ય કરશે. સેનાએ તેના નિવેદનમાં કહ્યું કે ‘ચેર ઑફ એક્સેલન્સ એ જનરલ રાવતના કુશળ નેતૃત્વ અને વ્યવસાય પ્રત્યેની કુશળતાને શ્રદ્ધાંજલિ છે.