1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. લાલ કિલ્લા હિંસા મામલે એક અન્ય આરોપી મનિન્દર સિંહની થઈ ઘરપકડ 
લાલ કિલ્લા હિંસા મામલે એક અન્ય આરોપી મનિન્દર સિંહની થઈ ઘરપકડ 

લાલ કિલ્લા હિંસા મામલે એક અન્ય આરોપી મનિન્દર સિંહની થઈ ઘરપકડ 

0
Social Share
  • લાલ કિલ્લાના અન્ય એક આરોપીની ધરપકડ
  • મનિન્દર સિંહની દિલ્હી પોલીસે ઘરપકડ કરી
  • ઘરમાંથી પોલીસને તલવાર પણ મળી આવી

દિલ્હીઃ-કૃષિ કાયદાના વિરોધમાં 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડ વખતે લાલ કિલ્લા પર થયેલી હિંસામાં પોલીસે અન્ય એક આરોપી કે જેનું નામ મનિન્દર સિંહ છે તેની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે પોલીસે તેની પાસેથી બે તલવારો પણ કબજે કરી છે.

એસી કાર મિકેનિક તરીકે કામ કરતો મણિન્દર સિંહ લાલ કિલ્લા હિંસા કેસમાં વોન્ટેડ ગુનેગાર છે અને પીટમ પુરા નજીક મંગળવારના રોજ તેની દિલ્હી પોલીસના વિશેષ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સ્વરૂપ નગરમાં તેના ઘરમાંથી બે તલવારો પણ મળી આવી છે. પોલીસ આ મામલે વધુ આગળની તપાસ કરી રહી છે.

લાલ કિલ્લાની હિંસા કેસમાં આ પહેલા મુખ્ય આરોપી દીપ સિદ્ધુ, સુખદેવ અને ઇકબાલ સિંહની પણ ધરપકડ કરવામાં આવી છે. મંગળવારે દિપક સિદ્ધુની પોલીસ કસ્ટડીમાં સાત દિવસનો વધારો કરવામાં આવ્યો છે. અભિનેતા દીપ સિદ્ધુ અને જુગરાજ સિંહ સહિત ચાર આરોપી પર આ પહેલા 1 લાક અને 50-50 હજારના ઈનામની ઘઓષણા પર કરવામાં આવી હતી

ઉલ્લેખનીય છે કે,પ્રજાસત્તાક દિન પર રાષ્ટ્રીય રાજધાનીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન ખેડુતો અને પોલીસકર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. તે દરમિયાન કેટલાક વિરોધીઓ ટ્રેક્ટર લઇને લાલ કિલ્લા પર પહોંચ્યા હતા. તેમાંથી કેટલાક લોકોએ અંદર જઈને અને ઐતિહાસિક ઇમારતની ટોચ  પર ધાર્મિક ધ્વજ ફરકાવ્યો હચો. હિંસામાં 500 જેટલા પોલીસ જવાન ઘાયલ થયા હતા અને એક પ્રદર્શનકારીનું મોત નિપજ્યું હતું.

સાહિન-

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code