
નવી દિલ્હી: ઈસરોએ ચંદ્રયાન-3ની સફળતા બાદ વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ઈસરોએ ઈંધણ સેલની સફળ ટ્રાયલ કરી છે. તેનાથી ભવિષ્યમાં અંતરિક્ષ સાથે જોડાયેલા અભિયાનને લઈને પ્રણાલીઓની ડિઝાઈન માટે આંકડાઓ એકઠાં કરવામાં મદદ મળશે. બેંગલુરુ સ્થિત ઈસરોએ કહ્યું છે કે માત્ર પાણીનું ઉત્સર્જન કરનારા આ ઈંધણ સેલ અંતરિક્ષમાં વીજ ઉત્પાદનનું ભવિષ્ય છે. આનાથી નિશ્ચિતપણે આગામી દિવસોમાં સ્પેસ કેમ્પનને પ્રોત્સાહન મળશે.
વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરે પોતાના કક્ષીય પ્લેટફોર્મ પોઅમ-3માં 100 વોટ વર્ગની પોલીમર ઈલેક્ટ્રોલાઈટ મેમબ્રેન ફ્યૂલ સેલના સંચાલનનું આકલન કરે છે. તેની સાથે ભવિષ્યના અભિયાનો માટે પ્રણાલીઓની ડિઝાઈનની સુવિધા માટે આંકડા એકત્રિત કર્યા છે. પીએસએલવી કક્ષીય પ્રાયોગિક મોડ્યુલ એટલે કે પોઅમમાં નાના સમયગાળાના પરીક્ષણ દરમિયાન ઉચ્ચ દબાણવાળા કન્ટેનરમાં રાખેલા હાઈડ્રોજન અને ઓક્સિજન ગેસમાંથી 180 વોટ ઊર્જા ઉત્પન્ન કરવામાં આવી.
ઈસરોએ કહ્યું છે કે તેણે વિભિન્ન સ્થૈતિક અને ગતિશીલ પ્રણાલીઓના દેખાવ પર પ્રચુર માત્રામાં ડેટા ઉલબ્ધ કરાવ્યા જે વીજ પ્રણાલી અને ભૌતિકીનો હિસ્સો હતા. હાઈડ્રોજન ઈંધણ સેલ શુદ્ધ જળ અને ઉષ્માની સાથે જ સીધા હાઈડ્રોજન અને ઓક્સિજન ગેસથી વીજ ઉત્પાદન કરે છે. ઈંધણ સેલને આજે ઉપયોગમાં લેવાતા વિભિન્ન પ્રકારના વાહનોમાં એન્જિનના સ્થાન પર સૌથી યોગ્ય વિકલ્પ માનવામાં આવે છે. ઈસરોએ કહ્યું છે કે ઈંધણ સેલ અંતરિક્ષ સ્ટેશન માટે એક આદર્શ ઊર્જા સ્ત્રોત છે, કારણ કે તે વીજળી અને શુદ્ધ જળ બંને ઉપલબ્ધ કરાવે છે. તેનાથી આગામી દિવસોમાં સ્પેસ સાથે જોડાયેલા પ્રોજેક્ટને વધુ સારી રીતે વિકસિત કરી શકાય છે.