1. Home
  2. ગુજરાતી
  3. રસીકરણ મામલે દેશની બીજી મોટી સિદ્ધીઃ- એક ડોઝ લેનારા કરતા બન્ને ડોઝ લીધેલા લોકોની સંખ્યા વધુ
રસીકરણ મામલે દેશની બીજી મોટી સિદ્ધીઃ- એક ડોઝ લેનારા કરતા બન્ને ડોઝ લીધેલા લોકોની સંખ્યા વધુ

રસીકરણ મામલે દેશની બીજી મોટી સિદ્ધીઃ- એક ડોઝ લેનારા કરતા બન્ને ડોઝ લીધેલા લોકોની સંખ્યા વધુ

0
Social Share
  • દેશની મોટી સંખ્યા મેળવી લીધા વેક્સિનના બન્ને ડોઝ
  • એક ડોઝ લેનારાથી વધુ બે ડોઝ મેળવનારાની સંખ્યા વધુ

 

દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારી દરમિયાન વેક્સિનેશનની પ્રક્રિયા તેજ બની છે, દેશભરમાં રસીકરમ મામલે ખૂબ ઝડપથી કાર્યો થી રહ્યા છે.ત્યારે વિતેલા દિવસને મંગળવારે, ભારતમાં 10 હજાર 351 નવા કેસ નોંધાયા હતા, જે કેસ દર 274 દિવસમાં સૌથી નીચો છે. આમ, દેશમાં અત્યાર સુધીમાં લગભગ 3.45 કરોડ કોરોનાના કેસ છે અને વાયરલ રોગથી મૃત્યુઆંક વધીને 46 લાખ 42 હજારને પાર થઈ ગયો છે.

જો કે રસીકરણ મામલે ભાપરતે બીજી સિદ્ધી પ્રાપ્ત કરી છે, કો-વિન ડેશબોર્ડના ડેટા પ્રમાણે,વિતેલા દિવસને મંગળવાર રાત સુધીમાં, ભારતમાં કોવિડ-19 રસી મેળવનાર કુલ 75.54 કરોડ લોકોમાંથી, 38.7 કરોડ લોકોને સંપૂર્ણ રસી આપવામાં આવી છે અટલે કે તેઓ એ વેક્સિનના બન્ને ડોઝ મેળવી લીધા છે.

આ સાથે જ  37.47 કરોડ લોકો. કરોડને માત્ર એક જ ડોઝ મળ્યો છે. ભારતમાં પુખ્ત વયની કુલ વસ્તી 94 કરોડ છે, આનો અર્થ એ છે કે દેશના પુખ્ત વયના લોકોમાંથી 40.3 ટકા લોકોને સંપૂર્ણ રસી આપવામાં આવી છે, જ્યારે અન્ય 40.2 ટકા લોકોને અત્યાર સુધીમાં એક જ ડોઝ આપવામાં આવ્યો છે.

ભારતમાં કોરોના રસીકરણ અભિયાન ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. ઇમ્યુનાઇઝેશનની રજૂઆત પછી પ્રથમ વખત, સંપૂર્ણ રસી મેળવનાર લોકોની સંખ્યા દેશમાં પ્રથમ વખત આંશિક રીતે રસીકરણ કરાયેલા લોકો કરતાં વધી ગઈ છે. આનો અર્થ એ થયો કે દેશમાં કોરોનાના બંને ડોઝ લેનારા લોકોની સંખ્યા એક ડોઝ લેનારા કરતા વધી ગઈ છે. ડેટા પરથી આ માહિતી મળી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code