આતંકવાદ વિરોધી કાર્યવાહી મિશન મોડમાં ચાલુ રાખવી જોઈએ: અમિત શાહ
નવી દિલ્હી 09 જાન્યુઆરી 2026: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આતંકવાદી માળખા અને આતંકવાદી ભંડોળને લક્ષ્ય બનાવતી આતંકવાદ વિરોધી કાર્યવાહી મિશન મોડમાં ચાલુ રાખવી જોઈએ.જમ્મુ અને કાશ્મીર પર ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકમાં શાહે ભારપૂર્વક જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરને શક્ય તેટલી વહેલી તકે આતંકવાદ મુક્ત કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમામ સંસાધન અને સહકાર કેન્દ્ર સરકાર પૂરી પાડશે આ સાથે આતંકવાદ અંગે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા દોહરવી હતી.
શાહે તમામ સુરક્ષા એજન્સીઓને સતર્ક રહેવા અને કલમ 370 રદ કર્યા પછી મળતા અનેક સુવિધા અને લાભને લોકો સુધી પહોંચાડવા માટે સુમેળ સાથે કામ કરવાનો નિર્દેશ આપ્યો. શાહે કહ્યું કે મોદી સરકારના સતત અને સંકલિત પ્રયાસોને કારણે, જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ઇકો-સિસ્ટમ ખોરવાઈ ગઈ છે.


