1. Home
  2. ગુજરાતી
  3. અનુપમા ટીવી સિરિયલ: BARC ઇન્ડિયાની ટીઆરપી રેટિંગમાં મેળવ્યું પહેલું સ્થાન
અનુપમા ટીવી સિરિયલ: BARC ઇન્ડિયાની ટીઆરપી રેટિંગમાં મેળવ્યું પહેલું સ્થાન

અનુપમા ટીવી સિરિયલ: BARC ઇન્ડિયાની ટીઆરપી રેટિંગમાં મેળવ્યું પહેલું સ્થાન

0
Social Share
  • અનુપમા સિરિયલ બની લોકોની મનપસંદ શો
  • ટીઆરપી રેટિંગમાં નંબર વન
  • ગુમ હૈ કિસી કે પ્યારમેં શોને માત આપી

મુંબઈ : ટીવી સિરિયલો પ્રેક્ષકોને ખૂબ મનોરંજન આપે છે.ઘણી એવી સિરિયલ હોય છે. જે હજુ શરૂ થઇ હોય અને થોડા દિવસોમાં જ લોકોની પ્રિય બની જાય છે.તો કેટલાક એવા શો છે જે દર્શકોનું દિલ જીતવામાં નિષ્ફળ રહે છે.દર્શકો કઈ સિરિયલ વધુ જોવે છે.તે માટે દર ગુરુવારે બાર્ક ટીઆરપી રેટિંગથી જાણવા મળે છે.

બાર્ક ઇન્ડિયા દ્વારા 22 મા અઠવાડિયાની ટીઆરપી રેટિંગ જાહેર કરવામાં આવી છે. છેલ્લા ઘણા અઠવાડિયાથી ‘ઇન્ડિયન આઇડલ 12’ ટીઆરપી લિસ્ટમાં સ્થાન મેળવતું હતું, પરંતુ આ અઠવાડિયાથી તે લિસ્ટમાંથી બહાર છે. તેની જગ્યા એક અન્ય રિયાલિટી શો ‘સુપર ડાન્સર 4’ આવી ગયો છે. તો ચાલો અમે તમને જણાવીએ કે 22 મા અઠવાડિયાની ટોચની 5 સિરિયલો કઈ છે:

ANUPAMAA

નંબર 2 પર આવતી ‘અનુપમા’ સિરિયલને આ વખતે આ લિસ્ટમાં પહેલું સ્થાન મળ્યું છે. તેમાં રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડે મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

GHUM HAI KISIKEY PYAAR MEIIN

અગાઉ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ સિરિયલ પ્રથમ નંબરે હતો, પરંતુ આ અઠવાડિયે તેનું રેટિંગ 1 નંબર ઘટી ગયું છે.અને આ શો બીજા નંબર પર આવ્યો છે.

IMLI

સ્ટાર પ્લસનો વધુ એક શો ‘ઇમલી’ આ અઠવાડિયે ત્રીજા નંબરે છે. દર્શકો ઘણા સમયથી આ શોને પસંદ કરે છે.

TAARAK MEHTA KA OOLTAH CHASHMA

લોકપ્રિય ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ઘણા સમયથી દર્શકોનો પ્રિય શો છે. આ શો ચોથા નંબર પર છે.

SUPER DANCER CHAPTER 4

‘ઇન્ડિયન આઇડલ 12’ ની જગ્યા સુપર ડાન્સર ચેપ્ટર 4 એ લઇ લીધી છે. આ શો લિસ્ટમાં પાંચમા ક્રમે છે. આ શોને શિલ્પા શેટ્ટી, ગીતા કપૂર અને અનુરાગ બાસુ જજ કરે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code