1. Home
  2. ગુજરાતી
  3. Regional
  4. ગુજરાત: કોરોનાનું સંક્રમણ ઘટતા રાજ્યમાં મળી કેટલીક છૂટ, વાંચો આજથી શું શરૂ થશે
ગુજરાત: કોરોનાનું સંક્રમણ ઘટતા રાજ્યમાં મળી કેટલીક છૂટ, વાંચો આજથી શું શરૂ થશે

ગુજરાત: કોરોનાનું સંક્રમણ ઘટતા રાજ્યમાં મળી કેટલીક છૂટ, વાંચો આજથી શું શરૂ થશે

0
  • કોવિડ પ્રતિબંધોમાંથી મળી રાહત
  • રાજ્યમાં જીમ અને મંદિર શરૂ
  • હજુ પણ તકેદારી રાખતી અત્યંત જરૂરી

અમદાવાદ: કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે સરકારે કેટલાક પ્રતિબંધો લગાવ્યા હતા, સરકાર દ્વારા જીમ તથા મંદિરોને બંધ કરવામાં આવ્યા હતા પણ હવેથી આ પ્રતિબંધનો હટાવી લેવામાં આવ્યા છે. આજથી રાજ્યમાં મંદિર તથા જીમને લોકો માટે ખોલી દેવામાં આવ્યા છે.

સરકાર દ્વારા તે તમામ સ્થળો પર થોડા સમય માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો જે સ્થળો પર લોકોની ભીડ થવાની વધારે સંભાવના રહેલી હોય.

રાજ્યમાં કોરોનાવાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને કેટલાક મંદિરો દ્વારા મંદિરોના દ્વારા ખોલ્યા બાદ ફરીવાર બંધ કરવામાં આવ્યા હતા. જો કે મહત્વની વાત એ છે કે કોરોનાવાયરસના પ્રતિબંધોમાંથી રાહત મળી હોવા છત્તા કેટલીક વાતોનું ધ્યાન અને તકેદારી રાખવી જરૂરી છે.

જાણકારો અનુસાર તે પણ અનુમાન લગાવવામાં આવ્યું છે કે જો તકેદારી રાખવામાં નહી આવે તો ફરીવાર સ્થિતિ ગંભીર બની શકે છે. હજુ પણ લોકોએ માસ્ક અને સેનેટાઈઝરની સાથે સોશિયલ ડ઼િસ્ટન્સનું પાલન કરવું અતિ આવશ્યક પણ છે.

LEAVE YOUR COMMENT