
ભારત સિવાય પાકિસ્તાન,તિબ્બત અને શ્રીલંકામાં પણ આવેલા છે માતાજીના શક્તિપીઠ
- તિબ્બત અને પાકિસ્તાનમાં પણ માતાજીના મંદિરો
- આ નવરાત્રીમાં જાણો માતાજીનો મહિમા
26 સપ્ટચેમ્બરના રોજથી મા શારદીય નવરાત્રીનો આરંભ થઈ રહ્યો છે આ નવ દિવસ માતાજીના ઉપાસનાના દિવસો છે.આ પ્રવ એટલે દેની પૂજનનો પર્વ,માતાના નવ રુપને પૂજવામાં આવે છે.વિશઅવભરમાં કુલ 52 શક્તિ પીઠ આવેલા છે.જે તમામ ભારતમાં જ છે.પણ જો તમે વિદેશની યાત્રા કરી રહ્યા છો અને તમને વિદેશમા પણ માતાની આરાધના કરવી હોય તો કરી શકો છો.
ભારતમાં નૌરતાનું વિશેષ મહત્વ છે. જો કે એવું નથી કે માતાજીના મંદિરો માત્ર ભારતમાં જ આવેલા છે જો કે પાડોશી એવા ઘણા દેશો છે કે જ્યા માતાજીના મંદિરો આવેલા છે ભક્તો માત્ર દેશમાંજ નહી વિદેશમાં પણ ભારતીય સંસ્કૃતિને અનુસરે છે,તો ચાલો જાણી લઈએ કે કયા કયા દેશમાં આવેલા છે આ મંદિરો.
પાકિસ્તાનમાં હિંગુલા શક્તિપીઠ
આપણા પાડોશી દેશ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં દેવી માનું શક્તિ પીઠ આવેલું છે.જેનું નામ છે હિંગુલા શક્તિપીઠ. અહી હિંગલાજ દેવીની આરધના પૂજા કરવામાં આવે છે. એવી માન્.તા છે કે અહી હિંગલાલ દેવીનું માથુ પડ્યુંહતું આ મંદિરને નાની નું મંદિર અથવા નાની ની હજ તરીકે પણ ઓળખવામાં આવે છે.આ શક્તિપીઠને ચમત્કારથી ભરેલ માનવામાં આવે છે.એવી પણ કથાો છે કે અનેક આતંકી હુમલાઓ થયા છત્તા અહીનું મંદિર અડીખમ રહ્યું છે.
તિબ્બતની મનસા શક્તિપીઠ
ભારત પાસે આવેલા તિબબ્તમાં પણ હિન્દુ ઘ્રમના લોકો વસવાટ કરે છે જેઓ હિન્દુ સંસ્કૃતિને અનુસરે છે.અહી માનસરોવરના કાંઠે મનસા દેવીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે.કહેવામાં આવે છે કે માતા સતીની જમણા હાથછની હથેળી અહી પડી હતી અહીના મંદિરની અનેક માન્યતાઓ છે.
શ્રીલંકાનું ઈન્દ્રાક્ષી શક્તિપીઠ
ભારતના દક્ષિણમાં સ્થિતિ શ્રીલંકામાં પણ દેવીમાતાનું જાણીતું મંદિર સ્થાયિ છે.જેનું નામ ઈન્દ્રાક્ષી શક્તિપીઠ છે,જાફના નલ્લુરમાં માતાને ઈન્દ્રાક્ષી માનથી ઓળખવામાં આવે છેય.અહી માતા સતીની ઝાંઝરી પડી હોવાનું મનાઈ છે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે દેવરાજ ઈન્દ્ર અને ભગવાન રામે આ શક્તિપીઠની પૂજા કરી હતી.
નેપાળમાં ત્રણ શક્તિપીઠ
આદ્યા શક્તિપીઠ – આદ્ય શક્તિપીઠ નેપાળમાં ગંડક નદી પાસે આવેલું છે. એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર માતા સતીનો ડાબો ગાલ પડ્યો હતો. અહીં માતાના ગંડકી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.
ગુહેશ્વરીશક્તિપીઠ – નેપાળમાં એક ગુહેશ્વરી શક્તિપીઠ છે, જે પશુપતિનાથ મંદિરથી થોડે દૂર બાગમતી નદીના કિનારે સ્થિત છે. એવું માનવામાં આવે છે કે અહીં માતા સતીના બંને ઘૂંટણ પડ્યા હતા. અહીં શક્તિના મહામાયા સ્વરૂપ અને ભગવાન શિવના ભૈરવ કપાલ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.
દંતકાલી શક્તિપીઠ – નેપાળના વિજયપુર ગામમાં એક દંતકાલી શક્તિપીઠ છે. કહેવાય છે કે અહીં માતા સતીના દાંત પડી ગયા હતા.
બાંગલા દેશમાં શક્તિપીઠ
ઉગ્રતારા શક્તિપીઠ- બાંગ્લાદેશમાં કુલ પાંચ શક્તિપીઠ છે. ઉગ્રતારા શક્તિપીઠ સુનંદા નદીના કિનારે આવેલું છે. એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર માતા સતીની નાક પડી હતી. એવું કહેવાય છે કે અહીં માતા સતી શિવ ત્ર્યંબક સાથે દેવી સુગંધાના રૂપમાં નિવાસ કરે છે.
અપર્ણા શક્તિપીઠ– બાંગ્લાદેશના ભવાનીપુર ગામમાં માતા સતીના ડાબા પગની પાયલ પડી ગઈ હતી. આ શક્તિપીઠ અપર્ણા શક્તિપીઠ કહેવાય છે.
શ્રીશૈલ મહાલક્ષ્મી – સિલહેટ જિલ્લામાં, શૈલ નામનું સ્થાન દેવીની શ્રીશૈલ શક્તિપીઠ છે. આ જગ્યાએ માતા સતીનું ગળું પડ્યું હતું. અહીં માતાના મહાલક્ષ્મી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.
ચત્તલ ભવાની– માતા સતીનો જમણો હાથ ચટગાંવ જિલ્લામાં સીતા કુંડ સ્ટેશન પાસે ચંદ્રનાથ પર્વત શિખર પર છત્રાલમાં પડ્યો હતો. તેને ચત્તલ ભવાની શક્તિપીઠ કહેવામાં આવે છે, જ્યાં માતાના ભવાની સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.
યશોરેશ્વરી માતા શક્તિપીઠ– બાંગ્લાદેશના ખુલના જિલ્લામાં યશોરેશ્વરી માતાનું એક શક્તિપીઠ છે. આ જગ્યાએ માતાની ડાબી હથેળી પડી હતી.
જયંતિ શક્તિપીઠ – સિલહટ જિલ્લામાં જ, જયંતિયા પરગનામાં ખાસી પર્વત પર જયંતી માતાનું એક શક્તિપીઠ છે, જ્યાં માતા સતીની ડાબી જાંઘ પડી હતી.