
શિયાળામાં કારગર સાબિત થાય છે અરડૂસીના પાન, સવારે તેનો ઉકાળો પીવાથી થાઈ છે અનેક ફાયદાઓ
શિયાળામાં સૌ કોઈ પોતાના ખોરાક પર ખાસ ધ્યાન આપતા હોય છે,ઔષધિ પાનથી લઈને ગરમ તેજાના ,ડ્રાયફ્રૂટ જેવો આહાર ખોરાક તરીકે વધુ લે છે.આજે વાત કરીશું અરડુસીના પાનના ઉકાળાની આ ઉકાળો શરદી ,ખાસી અને ગળાની સમસ્યા માટે રામબાણ ઈલાજ ગણાય છે.
આ રીતે બનાવો ઉકાળો
- 10 થી 12 નંગ અરડૂસીના પાન
- 2 ગ્લાસ પાણી
- 1 ચમચી અજમો
2 ગ્લાસ પાણીમાં પાન અને અજમો નાખીને 30 મિનિટ ઉકાળી લો ત્યાર બાદ તે ઇકાળો થોડો ઠંડો થાય એટલે તેનું સેવન કરવું,આ ઉકાળો સવારે ખાલી પેટે 2 કપ જેટલો પી શકો છો,જો તમને અજમો ન નાખવો હોય તો ખાલી પાનનો ઉકાળો 1 ગ્લાસ પી શકો છો.
અરડૂસીમાં રહેલો કડવો અને તૂરો રસ સારી રીતે કફનો નાશ કરે છે.અરડૂસીને આયુર્વેદમાં શ્રેષ્ઠ કફનાશક કહી છે. અરડૂસી એક ઔષધિય વનસ્પતિ છે. એનાં પર્ણોમાં વેસિન નામક ઉપક્ષાર હોય છે, જેનો ઉપયોગ વિભિન્ન પ્રકારની દવાઓમાં થાય છે. ઉકાળો પીવાથી સુકી અને કફવાળી ખાસી મટે છે,ગળાની ખરાશ દૂર થાય છે ગળાના દુખાવામાં રાહત મળે છે
જે લોકોને ખૂબ શરદી થઈ હોય પણ કફ છૂટતો ન હોય, ફેફસામાં અવાજ કરતો હોય, કાચો ફીણવાળો કફહોય, ઉધરસ દ્વારા તેને કાઢવામાં તકલીફ થતી હોય, તેમાં અરડૂસીનો આ ઉકાળો રામબાણ ઈલાજ સાબિત થાય છે.
તમે ઈચ્છો ચો અરડૂસીના પાનને સુકવીને તેનો પાવડર બનાવી સ્ટોરી કરી શકો છો,સવારે ગરમ પાણીમાં 1 ચમચી પાવડર નાખીને પી શકાય છે.ખાસ કરીને પિત્તની અને કફની ઉધરસમાં વપરાય છે.
આ સહીત કફની ઉધરસમાં અરડૂસી સાથે આદુનો રસ આપવો તેમજ પિત્તની ઉધરસમાં સાકર કે કાળી દ્રાક્ષ સાથે અરડૂસીનો રસ આપવો. અરડૂસીનાં ફૂલને છાયાશુષ્ક કરી, ચૂર્ણ કરી, મધમાં ચાટવાથી ઉધરસ મટે છે.આ સાથે જ અરડૂસી એ ક્ષયમાં ખુબ જ સારી છે.ક્ષયની આધુનિક દવા ચાલતી હોય તેની સાથે પણ અરડૂસીનો ઉપયોગ થઈ શકે.