અરુણાચલ પ્રદેશમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના- એક પાયલોટનું થયું મોત
- અરુણાચલ પ્રદેશમાં સેનાનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ
- એક પાયલોટનું ઘટનામાં મોત થયું
ઈટાનગરઃ- છેલ્લા ઘણા સમયથી સેન્ય હેલિકોપ્ટર અને વિમાન ક્રેશ થવાની ઘટના દેશમાં વધતી જોવા મળી રહી છે ત્યારે આજરોજ બુધવારે ફરી એક વખત અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં ભારતીય સેનાનું ચિતા હેલિકોપ્ટર ચીન સાથેની સીમા નજીક ક્રેશ થતાં એક પાયલટે જીવ ગુમાવ્યો હતો.
આ ખઘટના મામલે સેનાના એક સત્તાવાર અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે આ ઘટના આજરોજ સવારે 10 વાગ્યાની આસપાસ થઈ હતી. દુર્ઘટનાની માહિતી મળતાં જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી,અને ઘટનામાં ગંભીર રીતે ઈજા પામેલા બે પાયલટોને બચાવીને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. બે પાઈલોટમાંથી એક લેફ્ટનન્ટ કર્નલ સૌરભ યાદવનું સારવાર દરમિયાન મોત થયું હતું. બીજા પાયલોટની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ ઘટનાને લઈને સાંસદ રામ કૃપાલ યાદવે ટ્વી પણ કર્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તાર પાસે સેનાના ચિતા હેલિકોપ્ટરના ક્રેશની માહિતી મળી છે. વિમાનના પાયલોટ અને સેનાના તમામ જવાનોની સલામતી માટે ભગવાનને પ્રાર્થના.
જો કે સેનાનું આ હેલિકોપ્ટર કઈ રીતે અને કયા કારણોસર ક્રેશ થયું તે અંગેની હાલ કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી,જો કે ઘટના અંગે જીણવચટભરી તપાસ હાથ ઘરવામાં આવી છે.જેથઈ કરીને ઘટનાનું ઠોસ કારણ જાણી શકાય.


