
મણીપુરમાં અથડામણમાં સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા, 2 સેનાના જવાન સહીત 3 લોકો ઘાયલ
ઈમ્ફાલઃ- હિંસાગ્રસ્ત મણીપુરમાં અનેક હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે આવી સ્થિતિમાં વિતેલા દિવસે સેનાને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે સેના અને આતંકીઓ વચ્ચે એથડામણ બાદ સેનાએ બે આતંકીઓને ઠાક કર્યા હોવાની માહિતી સામે આવી રહી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે મણિપુરના નોની જિલ્લામાં શુક્રવારે સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ એન્કાઉન્ટરમાં સેનાના બે જવાનોની સાથે એક નાગરિક પણ ઘાયલ થયા છે પોલીસે આપેલી જાણકારી પ્રમાણે આતંકવાદીઓએ ત્રણ લોકોનું અપહરણ પણ કર્યું છે. આ ઘટના ખોંગાંગ પોલીસ સ્ટેશન વિસ્તારના રેંગપાંગની છે.
સેનાએ આપેલી માહિતી પ્રમાણે નેશનલ સોશ્યલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ-ઈસાક મુઇવાહ ના એક સશસ્ત્ર જૂથે ગામમાં દરોડો પાડીને ત્રણ લોકોનું અપહરણ કર્યું હતું. જ્યારે સુરક્ષાદળોએ આતંકીઓને રોકવાનો પ્રયાસ કર્યો તો તેઓએ ફાયરિંગ શરૂ કરી દીધું.
જો કે તરત જવાબી કાર્યવાહીમાં સેના દ્રારા બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. બાકીના આતંકવાદીઓ ગ્રામજનોનું અપહરણ કરવામાં સફળ રહ્યા હતા. એન્કાઉન્ટર દરમિયાન બે સૈનિકો અને એક ગ્રામીણ ઘાયલ થયા હતા, જેમને નુંગબા ખાતેના પ્રાથમિક સારવાર કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હતા, કરાયેલા લોકોને આતંકવાદીઓથી મુક્ત કરાવવા માટે સુરક્ષા દળોએ પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે મણિપુર પોલીસ શુક્રવારે ટોળા દ્વારા નગ્ન પરેડ કરવામાં આવેલી બે મહિલાઓના નિવેદનો રેકોર્ડ કરવા માટે પહોંચી હતી. પોલીસે જણાવ્યું કે મહિલાનું નિવેદન નોંધવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ માટે મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની અલગ ટીમ બનાવવામાં આવી છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં એક કિશોર સહિત સાત લોકોની ધરપકડ કરી છે.
tags:
manipur