1. Home
  2. ગુજરાતી
  3. ઓસ્ટ્રેલિયામાં સંયુક્ત સૈન્ય ઓપરેશન દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ, 4 સૈનિકો ગુમ
ઓસ્ટ્રેલિયામાં સંયુક્ત સૈન્ય ઓપરેશન દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ, 4 સૈનિકો ગુમ

ઓસ્ટ્રેલિયામાં સંયુક્ત સૈન્ય ઓપરેશન દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ, 4 સૈનિકો ગુમ

0
Social Share
  • ઓસ્ટ્રેલિયન સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ
  • ચાર ક્રૂ સભ્યો ગુમ
  • બચાવ કામગીરી શરૂ 

દિલ્હી: દેશ-વિદેશમાં સૈન્યનું હેલિકોપ્ટર ક્રેશ થવાની અનેક વખત ઘટના બનતી હોય છે.ત્યારે હેમિલ્ટન ટાપુ નજીક ક્વીન્સલેન્ડના દરિયાકાંઠે શુક્રવારે મોડી રાત્રે ઓસ્ટ્રેલિયન સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. દુર્ઘટનામાં ચાર ક્રૂ મેમ્બર ગુમ હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે સૈન્ય હેલિકોપ્ટર યુએસ સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસમાં ભાગ લઈ રહ્યું હતું.

ઓસ્ટ્રેલિયન રક્ષા મંત્રી રિચર્ડ માર્લ્સના જણાવ્યા અનુસાર, MRH90 હેલિકોપ્ટર બે હેલિકોપ્ટર તાલીમ કામગીરીમાં ભાગ લઈ રહ્યું હતું. લગભગ 10:30 વાગ્યે (સ્થાનિક સમય મુજબ)  ચાર ક્રૂ સભ્યો સાથે ક્રેશ થયું હતું. અન્ય હેલિકોપ્ટરે તરત જ શોધ અને બચાવ કામગીરી શરૂ કરી હતી અને તે હજુ પણ ચાલુ છે. અકસ્માત બાદ ઓપરેશન ‘ટેલીસમેન સેબર’ને રોકી દેવામાં આવ્યું હતું.

રિપોર્ટ અનુસાર, ‘ટેલીસમેન સેબર’ દરમિયાન યુએસ મરીન અને ઓસ્ટ્રેલિયન સૈનિકો વ્હાઇટસન્ડેમાં એકસાથે અભ્યાસ કરી રહ્યા હતા. લગભગ 30,000 સૈન્ય કર્મચારીઓ ‘ટેલીસમેન સેબર’ માં ભાગ લઈ રહ્યા છે, જેમાં યુએસ, ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયા સહિત 13 દેશોનો સમાવેશ થાય છે. પપુઆ ન્યુ ગિની, ફિજી અને ટોંગા પ્રથમ વખત ભાગ લઈ રહ્યા છે.

થોડા સમય પહેલા ઓસ્ટ્રેલિયાના બીચ પર બે હેલિકોપ્ટર વચ્ચે જોરદાર ટક્કર થતાં ચાર મુસાફરોના મોત નીપજ્યાં હતા અને ત્રણ અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ક્વીન્સલેન્ડના પોલીસ કાર્યકારી નિરીક્ષક ગેરી વોરેલે આ ઘટના અંગે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગોલ્ડ કોસ્ટના ઉત્તરીય બીચ મેઇન બીચના સી વર્લ્ડ થીમ પાર્ક નજીક એક હેલિકોપ્ટર લેન્ડ થઈ રહ્યું હતું ત્યારે બીજું હેલિકોપ્ટર ટેક ઓફ થવા જતાં ટક્કર થઈ હતી. એક હેલિકોપ્ટર કિનારે સુરક્ષિત રીતે ઉતર્યું હતું, પરંતુ બીજા હેલિકોપ્ટરનો કાટમાળ વેખરાઈ ગયો હતો. તેના સુધી પહોંચવું પણ મુશ્કેલ હતું. આ ઘટનામાં મૃત્યુ પામેલા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકો મુસાફર હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code