
કેન્દ્રની મોદી સરકાર ખોટા કેસમાં ફસાવવોનો પ્રયાસ કરી રહ્યાંનો અરવિંદ કેજરિવારનો આક્ષેપ
નવી દિલ્હીઃ મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલએ કેન્દ્રની મોદી સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર છેલ્લા આઠ વર્ષમાં તેમને ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે અનેક લોકો ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમને મારી સામે ખોટી જુબાની આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. જે લોકો માનતા તેમની ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યાં છે, વિવિધ પ્રકારની યાતનાઓ આપવામાં આવી રહી છે.
સીએમ અરવિંદ કેજરિવારે ટ્વીટ કર્યું છે કે, મોદી સરકાર મને વર્ષ 2015થી ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ કરી રહી છે. મારી સામે નિવેદન આપવા માટે લોકો ઉપર કબાણ કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદી દેશ માટે કરવાના બદલે પોતાના વિરોધીને ફસાવવા માટે 24 કલાક ષડયંત્ર રચે છે.
આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ હાલ જેલમાં બંધ છે. દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાનો પણ તેમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દારૂ કૌભાંડમાં તાજેતરમાં જ ઈડીએ આમ આદમી પાર્ટીના સિનિયર નેતા અને રાજ્યસભાના સાંસદ સંજયસિંહની ધરપકડ કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના નેતાઓને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યાંનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કરીને ભાજપ સરકાર ઉપર રાજકીય દુશ્મની નીકાળવાનો આરોપ લગાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2013માં આપની પ્રથમવાર દિલ્હીમાં સરકાર બની હતી. જો કે, બે વર્ષ બાદ દિલ્હીમાં ફરીથી યોજાયેલી ચૂંટણીમાં આપને સ્પષ્ટ બહુમતી મળી હતી. વર્ષ 2020માં ત્રીજી વખત આમ આદમી પાર્ટીનો દિલ્હીમાં વિજય થયો હતો. આ ઉપરાંત પંજાબમાં પણ આપની સરકાર છે. માત્ર દસ વર્ષની અંદર જ આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય બની ચુકી છે. જેથી પાર્ટી જેટલી ઝડપથી લોકોમાં પકડ બનાવી રહી છે તેનાથી ભાજપા ડરી ગઈ હોવાનો પણ આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો.