1. Home
  2. ગુજરાતી
  3. IPL 2025ની તારીખો આવી સામે, માર્ચ મહિનામાં શરૂ થશે ટૂર્નામેન્ટ
IPL 2025ની તારીખો આવી સામે, માર્ચ મહિનામાં શરૂ થશે ટૂર્નામેન્ટ

IPL 2025ની તારીખો આવી સામે, માર્ચ મહિનામાં શરૂ થશે ટૂર્નામેન્ટ

0
Social Share

આઈપીએલ 2025ને લઈને બીસીસીઆઈ અને ફ્રેન્ચાઈઝ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં મેગા ઓક્શન યોજાશે. દરમિયાન આઈપીએલની તારીખ જાહેર કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, આગામી ત્રણ સિઝનની તારીખો જાહેર કરવામાં આવી છે. 2025ની સિઝન 14 માર્ચથી 25 મે સુધી રમાશે, તેના પછી સિઝન 15 માર્ચથી શરૂ થશે અને ફાઈનલ 31 મેના રોજ રમાશે. આ સિવાય IPL 2027 ની તારીખ પણ જાહેર કરવામાં આવી છે, જે 14 માર્ચથી શરૂ થશે અને 30 મે સુધી ચાલશે.

એક અહેવાલ મુજબ, તમામ ફ્રેન્ચાઈઝીને ઈ-મેલ દ્વારા આગામી ત્રણ સીઝનની શરૂઆતની તારીખો વિશે જાણ કરવામાં આવી હતી. આ તારીખો પર સત્તાવાર પુષ્ટિ ખૂબ જ ટૂંક સમયમાં આપવામાં આવી શકે છે. છેલ્લી ત્રણ સીઝનની જેમ આઈપીએલ 2025ની સીઝનમાં પણ કુલ 74 મેચો રમાશે. આ સાથે આગામી સિઝનમાં મેચોની સંખ્યા વધારી શકાય છે. IPL 2026માં 84 મેચો રમાશે અને 2027ની સિઝનમાં મેચોની સંખ્યા વધારીને 94 કરવામાં આવી શકે છે. મેચોની સંખ્યામાં વધારો થવાનું કારણ મીડિયા અધિકારો હોઈ શકે છે. જો આપણે IPL 2024ને યાદ કરીએ, તો આ ટૂર્નામેન્ટ 22 માર્ચથી 26 મે સુધી શરૂ થઈ હતી, જેમાં KKRએ સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code