
X (ટ્વિટર )પર તિરંગા ની પ્રોફાઈલ મૂકતાની સાથે જ બીજેપી નેતાઓનું ગોલ્ડન માર્ક થયું ગાયબ
દિલ્હીઃ- ચેલ્લા કેટલાક સમયથી ટ્વિટર એટલે કે હાલમાં જેને નામ અપાયું છે તે ચર્ચાનો વિષય બન્યું ત્યારે ફરી એક વખત Xને લઈને અક મુશ્કેલ ીસામે આવી છએ જે પ્રમાણે બીજેપી નેતાઓ એ પ્રોફાઈલ પિક્ચર તિરંગાની મૂકતાની સાથે જ ચેમનું ગોલ્ટન ટિક ગાયબ થયુ હોવાની માહિતી ણળી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે વિવિધ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત ભાજપના કેટલાક નેતાઓએ ડિસ્પ્લે પિક્ચરને તિરંગામાં બદલવા બદલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xપર તેમની ગોલ્ડન ટિક ગુમાવી દીધી હતી.
આ ગોલ્ડન ટિક ગુમાવનારાઓમાં બીજેપી નેતાઓ જેવા કે હરિયાણાના મુખ્ય મંત્રી મનોહરલાલ, ગોવાના મુખ્ય મંત્રી ડૉ. પ્રમોદ સાવંત, મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ, ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કર સિંહ ધામી, ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે આવતીકાવલે 15 મી ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ નિમિત્તે નેતાઓએ તેમનું પ્રદર્શન ચિત્ર હટાવીને ‘હર ઘર તિરંગા અભિયાન’ હેઠળ ત્રિરંગાનો ફોટો મૂક્યો હતો.
જાણકારી અનુસાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મની પોલિસીમાં ચકાસાયેલ એકાઉન્ટ્સ તેમના સાચા નામ અને ચિત્ર દર્શાવવા માટે જરૂરી છે. સુધારેલા માપદંડ મુજબ, X મેનેજમેન્ટ હવે નેતાઓની પ્રોફાઇલની સમીક્ષા કરશે.માહિતી પ્રમાણે આ સમિક્ષા તે તમામ દિશાનિર્દેશો સાથે બંધબેસે છે, તો ટિક પુનઃસ્થાપિત કરવામાં આવશે.
હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે પીએમ મોદીએ પણ પોતાની ડિસ્પ્લે પિક્ચર બદલીને ત્રિરંગા કરી દીધી છે. જોકે, પ્લેટફોર્મે તેની ટિક હટાવી ન હતી. એજન્સી પીએમ મોદીએ પ્રોફાઈલ પિક્ચર બદલવા માટે કોલ આપ્યો હતો ભારતના 77મા સ્વતંત્રતા દિવસ પહેલા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ પર ભારતીય ધ્વજ પ્રદર્શિત કરવા માટે એક ઝુંબેશ શરૂ કરી હતી. જો કે બીજેપીના અન્ય નેતાઓએ પિક્ચર બદલતા જ ગોલ્ડન ટિક ગુમાવી પડી હતી.