1. Home
  2. ગુજરાતી
  3. કોંગ્રેસ અધ્યક્ષપદની ચૂંટણી લડવા માટે અશોક ગેહેલોતનું એલાન, ટૂંક સમયમાં ભરશે નામાંકન
કોંગ્રેસ અધ્યક્ષપદની ચૂંટણી લડવા માટે અશોક ગેહેલોતનું એલાન, ટૂંક સમયમાં ભરશે નામાંકન

કોંગ્રેસ અધ્યક્ષપદની ચૂંટણી લડવા માટે અશોક ગેહેલોતનું એલાન, ટૂંક સમયમાં ભરશે નામાંકન

0
  • અશોક ગહેલોતે અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાની જાહેરાત કરી
  • ટૂંક સમયમાં નામાંકન ભરવાની તારીખ જાહેર કરશે

જયપુરઃ-  છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ અધ્યક્ષપદને લઈને ચર્ચાઓનુ બજાર ગરમ જોવા મળી રહ્યું છે, કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીના ઉત્સાહ વચ્ચે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત પણ આ ચૂંટણીની હોડમાં હતા ત્યારે હવે તેમણે આ પદ માટે પોતાના નામની જાહેરાત કરી દીધી છે.

અશોક ગેહલોતે કહ્યું છે કે હું કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડીશ તે હવે નિશ્ચિત છે. હું ટૂંક સમયમાં જ નામાંકન ભરવાની તારીખ જાહેર કરીશ. તેમણે કહ્યું કે દેશની વર્તમાન પરિસ્થિતિને જોતા વિપક્ષને મજબૂત કરવાની જરૂર છે.ઉલ્લેખનીય છે કે તેમના નામની ચર્ચાઓ પહેલાથી જ થઈ રહી હતી.

પ્રાપ્ત વિગત પ્રમાણે એશોક ગેહલોતે  પ્રમુખ પદ માટે ચૂંટણી લડવાની જાહેરાત કરતાં  કહ્યું કે હું આ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવીશ આ સાથે જ જણાવ્યું છે કે આ વખતે ગાંધી પરિવારમાંથી કોઈ વ્યક્તિ કોંગ્રેસ અધ્યક્ષની દાવેદારી નહી નોંધાવે

આ સાથે જ તેમણે મીડિયા સાથએની વાતચીત ગરમિયાન એમ પણ કહ્યું છે કે મેં ઘણી વખત રાહુલ ગાંધી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો કે તેઓ અધ્યક્ષ બને. પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પણ આ જ ઠરાવ પસાર કર્યો છે, પરંતુ  તેમણે આ બાબતે સાફ ના કહી દીધી છે અને એમ પણ કહ્યું કે આ વખતે ગાંધી પરિવારમાંથી કોઈ વ્યક્તિ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે નહીં.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.