અસમઃ સોશિયલ મીડિયા ઉપર તાબીલાનોના સમર્થનને લઈ પોલીસ એલર્ટ, 14ની ધરપકડ
દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાબીલાનોએ કબજો જમાવ્યાં બાદ અરાજકતાનો માહોલ ઉભો થયો છે. દરમિયાન ભારતમાં તાલીબાનીઓ પ્રત્પે પ્રેમ દર્શાવનારાઓ સામે પોલીસે આકરી કાર્યવાહી શરૂ કરી છે. દરમિયાન અસમમાં સોશિયલ મીડિયામાં તાલીબાનનું સમર્થન કરનારા 14 લોકોની પોલીસે ધરપકડ કરી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા સોશિયલ મીડિયા ઉપર નજર રાખવામાં આવી રહી છે.
એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ લોકોની ધરપકડ ગેરકાયદે પ્રવૃતિ હેઠળ તથા આઈટી એક્ટ અને સીઆરપીસીની વિવિધ કલમ હેઠળ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ ના થાય તે માટે સતત નજર રાખવામાં આવી રહી છે. કામરૂપ મેટ્રોપોલિટન, બારપેટી, ધુબરી અને કરીમગંજ જિલ્લામાંથી બે-બે વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે. આ ઉપરાંત દરાંગ, કછાર, હૈલાકાંડી, દક્ષિણ સલમારા, ગોલપારા અને હોજઈ જિલ્લામાંથી એક-એક વ્યક્તિની ધરપકડ કરવામા આવી છે.
ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અસલ પોલીસ સોશિયલ મીડિયા ઉપર તાલીબાન સમર્થક ટિપ્પણીઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરનાક છે. આવા લોકોની સામે આપરાધિક મામલે ફરિયાદ નોંધવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનમાં તાલીબાનોએ સત્તા હાંસલ કર્યા બાદ અરાજકતા ફેલાઈ છે. બીજી તરફ સમગ્ર દુનિયાની નજર ઉપર છે. તમજ તાલીબાનોની કાર્યવાહી ઉપર સતત નજર રાખી રહ્યાં છે. ભારતે અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની કવાયત તેજ બનાવ છે.