Homeગુજરાતીટેકનોલોજીઓસ્ટ્રેલિયામાં સોશિયલ મીડિયા પર માઈ ફીડ, માઈ વે કાયદો આવશે, યૂઝર્સ પસંદગીનું...

ઓસ્ટ્રેલિયામાં સોશિયલ મીડિયા પર માઈ ફીડ, માઈ વે કાયદો આવશે, યૂઝર્સ પસંદગીનું કન્ટેન્ટ પસંદ કરી શકશે

બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર ઓસ્ટ્રેલિયાની લેબર સરકારે ઓનલાઈન સુરક્ષા વધુ મજબૂત કરવા માટે વધુ એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. સરકાર દ્વારા પ્રસ્તાવિત નવા ડ્રાફ્ટ કાયદા હેઠળ, ટેક કંપનીઓએ હવે યૂઝર્સને તેમની મુખ્ય ફીડ પર મળતી સામગ્રી જાતે પસંદ કરવાનો અધિકાર આપવો પડશે. ‘માઈ ફીડ, માઈ વે’ નામથી શરૂ થઈ રહેલી આ પહેલ અંતર્ગત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે યૂઝર્સને એવો વિકલ્પ આપવો પડશે કે તેઓ ટાઈમલાઈન પર કેવા પ્રકારનું કન્ટેન્ટ જોવા માગે છે—એલગોરિધમ આધારિત પોસ્ટ્સ કે માત્ર ફોલો કરેલા લોકોનું કન્ટેન્ટ.

  • ‘માઈ ફીડ, માઈ વે’ પહેલની મુખ્ય વિશેષતાઓ

ફીડ પર પૂરો કાબૂઃ 16 વર્ષથી વધુ ઉંમરના યૂઝર્સ હવે નક્કી કરી શકશે કે તેમને એલગોરિધમ દ્વારા સજ્જડ પર્સનલાઈઝ્ડ ફીડ જોઈતી છે કે પછી માત્ર પોતાના દોસ્તો અને ક્રિએટર્સની પોસ્ટ જોવી છે.
સોશિયલ મીડિયા એડિક્શન પર અંકુશ: સરકારનું માનવું છે કે ટેક કંપનીઓના એલગોરિધમ યૂઝર્સને પ્લેટફોર્મ પર લાંબો સમય જકડી રાખવા માટે તેમની પસંદગીનું જ કન્ટેન્ટ બતાવે છે, જેનાથી સમય બરબાદ થાય છે અને વ્યસન વધે છે.
ભારે દંડની જોગવાઈ: જો કોઈ ડિજિટલ પ્લેટફોર્મ આ નિયમોનું પાલન નહીં કરે, તો તેના પર મહત્તમ ૧૦.૯૨ કરોડ ઓસ્ટ્રેલિયન ડોલર સુધીનો મોટો દંડ ફટકારવામાં આવી શકે છે.

  • બાળકો અને સગીરો માટે વધુ કડક સુરક્ષા

ઓસ્ટ્રેલિયા દુનિયાનો પહેલો એવો દેશ છે જ્યાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુકાયો છે. હવે નવા પ્રસ્તાવિત ‘ડિજિટલ ડ્યુટી ઓફ કેર’ હેઠળ ઓનલાઈન ગેમ્સ, એપ્સ અને એઆઈ ચેટબોટ્સ જેવા પ્લેટફોર્મ્સે પણ 18 વર્ષથી ઓછી ઉંમરના યૂઝર્સને નુકસાન પહોંચાડતા કન્ટેન્ટથી બચાવવા જરૂરી પગલાં લેવા પડશે. ઈટિંગ ડિસઓર્ડર, ગુનાહિત કે જીવલેણ સ્ટંટને પ્રોત્સાહન આપતી સામગ્રી સામે કડક કાર્યવાહી કરાશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular