Homeગુજરાતીખોરાકશરીર માટે આયોડીન કેમ જરૂરી છે? જાણો તેના સ્ત્રોતો અને સ્વાસ્થ્ય પર...

શરીર માટે આયોડીન કેમ જરૂરી છે? જાણો તેના સ્ત્રોતો અને સ્વાસ્થ્ય પર થતી અસરો

આયોડીન આપણા શરીર માટે એક અત્યંત આવશ્યક ખનિજ છે, જેની જરૂરિયાત ભલે ઓછી હોય પરંતુ શરીરના યોગ્ય સંચાલનમાં તેની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે શરીરમાં થાઇરોઇડ હોર્મોન બનાવવામાં મદદ કરે છે, જે ચયાપચય, ઉર્જાનું સ્તર અને શારીરિક-માનસિક વિકાસને નિયંત્રિત કરે છે. ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન અને બાળકોના મગજના વિકાસ માટે પૂરતા પ્રમાણમાં આયોડીન હોવું ખૂબ જ જરૂરી છે.

  • આયોડીનની અછતથી સ્વાસ્થ્ય પર થતી અસરો

થાઇરોઇડ ગ્રંથિ ફૂલવીઃ શરીરમાં લાંબા સમય સુધી આયોડીનની કમી રહેવાથી ગળામાં થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જાય છે.
થાક અને વજન વધવું: થાઇરોઇડ હોર્મોનનું સ્તર ઘટવાથી સતત થાક લાગવો, વજન વધવો અને વધુ પડતી ઠંડી અનુભવા જેવી સમસ્યાઓ થાય છે.
માનસિક વિકાસ પર અસર: બાળકોમાં આયોડીનની ઉણપથી તેમની શીખવાની ક્ષમતા, એકાગ્રતા અને યાદશક્તિ પ્રભાવિત થઈ શકે છે.

  • આયોડીનની પૂર્તિ માટે શું ખાવું?

આયોડીન યુક્ત મીઠુ: રોજિંદા ખોરાકમાં સામાન્ય મીઠાને બદલે આયોડીન યુક્ત મીઠાનો ઉપયોગ કરવો એ આયોડીન મેળવવાનો સૌથી સરળ રસ્તો છે.
સી-ફૂડ અને સીવીડ: માછલી અને અન્ય સમુદ્રી ખાદ્ય પદાર્થો તેમજ સીવીડ (સમુદ્રી શેવાળ) કુદરતી રીતે આયોડીનના ઉત્તમ સ્ત્રોત છે.
ડેરી પ્રોડક્ટ્સ અને ઇંડા: દૂધ, દહીં, ચીઝ અને ઇંડાના સેવનથી પણ શરીરને પૂરતું આયોડીન અને પ્રોટીન મળી રહે છે.
બટાટા: બટાટામાં પણ આયોડીનની થોડી માત્રા જોવા મળે છે, જેને સંતુલિત આહારમાં સામેલ કરી શકાય છે.

  • આયોડીન યુક્ત મીઠાને સાચવવાની સાચી રીત

આયોડીન ભેજ, ગરમી અને લાંબા સમય સુધી પ્રકાશના સંપર્કમાં આવવાથી ઓછું થઈ શકે છે. તેથી નમકને હંમેશા સૂકા અને એર-ટાઇટ ડબ્બામાં બંધ કરીને રાખવું જોઈએ. ખોરાક બનાવતી વખતે નમક ખૂબ વહેલું નાખવાને બદલે ભોજન તૈયાર થવાના સમયે ઉમેરવું વધુ હિતાવહ છે.

  • ગોઇટ્રોજેનિક ખાદ્ય પદાર્થો બાબતે સાવચેતી

કોબી, ફુલાવર અને સોયાબીન જેવા કેટલાક ખાદ્ય પદાર્થો ‘ગોઇટ્રોજેનિક’ ગણાય છે, જે થાઇરોઇડની પ્રક્રિયાને અસર કરી શકે છે. તેનો અર્થ એ નથી કે તેને ખાવાનું સંપૂર્ણ બંધ કરી દેવું જોઈએ, પરંતુ સંતુલિત માત્રામાં તેનું સેવન કરવું યોગ્ય છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular