Homeગુજરાતીગુજરાતમુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમાર કાલે ગુરૂવારથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવશે

મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમાર કાલે ગુરૂવારથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવશે

ગાંધીનગર, 9 સપ્ટેમ્બર, 2026 : Chief Election Commissioner Gyanesh Kumar on a two-day visit to Gujarat ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર  જ્ઞાનેશકુમાર તા. ૧૦ અને ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવશે. તેઓ સાબરમતી આશ્રમ ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને અને આ પવિત્ર પરિસરથી પોતાની મુલાકાતનો પ્રારંભ કરશે. ત્યારબાદ, તેઓ ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો પરિચય મેળવવા માટે ઐતિહાસિક અડાલજની વાવની મુલાકાત લેશે. સાંજે, તેઓ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) પરિસરની મુલાકાત લઈને પ્રબુદ્ધ નાગરિકો સાથે ‘ભારતમાં ચૂંટણીઓનું સંચાલન – વિશ્વની સૌથી મોટી લોકશાહી’  વિષય પર સંવાદ સાધશે.

મુલાકાતના બીજા દિવસે, ૧૧ સપ્ટેમ્બરે, તેઓ ગુજરાત યુનિવર્સિટી સ્થિત અટલ કલામ હોલ ખાતે રાજ્યભરના  ૫૦૦થી વધુ બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) સાથે સંવાદ સાધશે. ત્યારબાદ, તેઓ શેલા સ્થિત AUDA ઓડિયોરિયમ ખાતે ૧૦૦૦ થી વધુ ઈલેક્ટોરલ લિટરસી ક્લબ (ELC) ના સભ્યોને પ્રોત્સાહિત કરશે અને તેમની સાથે સંવાદ કરશે,  તદુપરાંત આ કાર્યક્રમમાં તાજેતરમાં લોન્ચ કરાયેલા ELC 2.0ના વિઝન, મિશન અને મુખ્ય વિશેષતાઓની જાણકારી આપવામાં આવશે. તથા ચૂંટણી માટેના ‘ઓલ સોલ્યુશન્સ પ્લેટફોર્મ’ તરીકે કાર્યરત ECINET વિષયક એક માહિતીસભર સત્ર હાથ ધરવામાં આવશે.

આ કાર્યક્રમો દરમિયાન, ભારતના ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓ, જેમાં ડાયરેક્ટર જનરલ (મીડિયા)  આશિષ ગોયલ, ડાયરેક્ટર જનરલ (આઈટી) શ્રીમતી સીમા ખન્ના, ડાયરેક્ટર  શુભ્રા સક્સેના અને ડેપ્યુટી ડાયરેક્ટર (મીડિયા)  અપૂર્વ કુમાર સિંહ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિવિધ વિષયો પર સઘન માર્ગદર્શન પૂરું પાડશે.

મુખ્ય ચૂંટણી કમિશ્નર  જ્ઞાનેશકુમારના “રોલથી પોલ સુધી પારદર્શિતા” (Transparency from Roll to Poll) ના દ્રષ્ટિકોણને પ્રસારિત કરવા માટે, મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) ગુજરાત,  સંદીપ સાગળેની ટીમ દ્વારા BLOs અને ELC સાથેના સંવાદનું તલસ્પર્શી આયોજન કરવામાં આવ્યું છે.

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular