1. Home
  2. revoi editor

revoi editor

કોમનવેલ્થ કનેક્ટ ફોરમ અંતર્ગત યુકેના પ્રતિનિધિમંડળે ‘AmdavadNXT’ પ્રદર્શનની મુલાકાત લીધી

અમદાવાદ, 23 ફેબ્રુઆરી, 2026: AmdavadNXT exhibition કોમનવેલ્થ કનેક્ટ ફોરમના ભાગરૂપે ભારતની મુલાકાતે આવેલા યુકેના વેસ્ટ મિડલેન્ડ્સના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે યોજાયેલા ‘AmdavadNXT’ પ્રદર્શનની મુલાકાત લીધી અને શહેરના વરિષ્ઠ અધિકારીઓ તેમજ શહેરી પરિવહન ક્ષેત્રના નિષ્ણાતો સાથે ચર્ચા કરી હતી. પ્રતિનિધિમંડળે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL)ના ચેરમેન […]

ભારત-ઇઝરાયેલના અતૂટ સંબંધો વિશ્વાસ અને સંશોધન પર આધારિત: નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને ઇઝરાયેલ વચ્ચેના મજબૂત રાજદ્વારી સંબંધોનો પુનરોચ્ચાર કરતા જણાવ્યું છે કે, ભારત ઇઝરાયેલ સાથેના પોતાના અતૂટ સંબંધોને ખૂબ જ મહત્વ આપે છે. પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, આ ભાગીદારી પરસ્પર વિશ્વાસ, ઇનોવેશન તેમજ શાંતિ અને પ્રગતિ માટેની સહિયારી પ્રતિબદ્ધતા પર ટકેલી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ […]

દિલ્હીઃ લશ્કરના મોડ્યુલની તપાસમાં ચોંકાવનારો ખુલાસો, બાંગ્લાદેશમાં બેઠો હતો આકા

નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી 2026: દિલ્હીમાં પકડાયેલા લશ્કર-એ-તૈયબા (LeT)ના આતંકી મોડ્યુલને લઈને સુરક્ષા એજન્સીઓએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તપાસમાં બહાર આવ્યું છે કે, આ મોડ્યુલનો કથિત હેન્ડલર શબ્બીર અહેમદ લોન છે, જેણે બાંગ્લાદેશને પોતાનું સુરક્ષિત ઠેકાણું બનાવ્યું હતું અને ત્યાંથી જ ભારતમાં આતંકી ગતિવિધિઓનું સંચાલન કરી રહ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, શબ્બીર સીધો જ લશ્કરના […]

કાશ્મીરઃ જૈશ-એ-મોહમ્મદનાખતરનાક સૈફુલ્લાહ ગ્રુપનો સફાયો, 30 દિવસમાં 8 આતંકી ઠાર મરાયાં

નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી 2026: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં રવિવારે સુરક્ષાબળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા ત્રણેય આતંકીઓની ઓળખ કરી લેવામાં આવી છે. આ સાથે જ ખીણમાં આતંક મચાવનાર જૈશ-એ-મોહમ્મદનું સૌથી ઘાતક ગણાતું ‘સૈફુલ્લાહ ગ્રુપ’ હવે સંપૂર્ણપણે ખતમ થઈ ગયું છે. માર્યા ગયેલા આતંકીઓમાં ટોપ કમાન્ડર સૈફુલ્લાહ, ફરમાન અલી અને બાશા ઉર્ફે હુરૈરાનો સમાવેશ થાય છે. આ ત્રણેય […]

પાકિસ્તાનના અફઘાનિસ્તાન પર ભીષણ હવાઈ હુમલોમાં 80થી વધુના મોત, ભારતે કરી આકરી નિંદા

નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી 2026: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ સર્જાયો છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનની સરહદમાં ઘૂસીને અનેક સ્થળો પર જોરદાર હવાઈ હુમલા કર્યા છે, જેમાં 80થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. પાકિસ્તાની સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી અફઘાનિસ્તાનના નંગરહાર, પક્તિકા અને ખોસ્ત પ્રાંતના સાત સ્થળો પર કરવામાં આવી હતી. આ […]

પીએમ નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના નાગરિકોને લખ્યો પત્રઃ જાણો શું કહ્યું?

નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી, 2026 – PM Narendra Modi letter પશ્ચિમ બંગાળની આ વખતની ચૂંટણી કેટલી મહત્ત્વની બની રહેવાની છે તેનો અંદાજ આજની એક ઘટના પરથી આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘એબાર બીજેપી સરકાર’, અમને સેવાની તક આપો… એવા નિવેદન સાથે પશ્ચિમ બંગાળની જનતાને પત્ર લખ્યો છે. શું લખ્યું છે પીએમ નરેન્દ્ર મોદીએ એ પત્રમાં? વડાપ્રધાન […]

રાજસ્થાન જેલ વિભાગનો નિર્ણય: મુસ્લિમ કેદીઓને બહારથી ઈફ્તાર કે સહેરીનું ભોજન આપવા પર પ્રતિબંધ

જયપુર, 23 ફેબ્રુઆરી 2026: રાજસ્થાનના જેલ વિભાગે રમઝાનના પવિત્ર માસ પૂર્વે એક ચોંકાવનારો આદેશ જારી કર્યો છે. નવા નિયમ મુજબ, જેલમાં બંધ મુસ્લિમ કેદીઓ માટે બહારની વ્યક્તિઓ કે ધાર્મિક સંસ્થાઓ હવે સીધું ઈફ્તાર અથવા સહેરીનું ભોજન આપી શકશે નહીં. જેલ હેડક્વાર્ટર દ્વારા ૧૭ ફેબ્રુઆરીએ જારી કરાયેલા આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે રમઝાનને લગતો તમામ […]

JNU ફરી વિદ્યાર્થી સંગઠનો વચ્ચે મધરાતે પથ્થરમારો અને હિંસક અથડામણ, 14થી વધુ છાત્રો ઘાયલ

નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી 2026: દેશની પ્રતિષ્ઠિત જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં મોડી રાત્રે ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં પથ્થરમારો અને લાકડીઓ ઉછળતા 12થી14 જેટલા વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે સેફદરજંગ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. ડાબેરી સંગઠનો અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ […]

મેક્સિકોમાં સેનાના ઓપરેશનમાં કુખ્યાત ડ્રગ માફિયા અલ મેંચો ઠાર: ગેંગે દેશમાં ખુલ્લું યુદ્ધ છેડતા હિંસા ભડકી

મેક્સિકો સિટી, 23 ફેબ્રુઆરી 2026 : મેક્સિકોની સેનાએ એક મોટી સફળતા મેળવતા દેશના સૌથી તાકાતવર અને ખતરનાક ડ્રગ માફિયા નેમેસિયો ‘અલ મેંચો’ ઓસેગુએરાને એક ઓપરેશનમાં ઠાર માર્યો હોવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ અલ મેંચોની ગેંગના સભ્યોએ સેના સામે ખુલ્લું યુદ્ધ છેડી દીધું છે, જેના પગલે દેશના વિવિધ ભાગોમાં હિંસાની આગ […]

નેપાળમાં ગમખ્વાર અકસ્માત: બસ ત્રિશૂલી નદીમાં ખાબકતાં 17 મુસાફરોના મોત

કાઠમંડુ, 23 ફેબ્રુઆરી 2026: નેપાળમાં આજે વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. પોખરાથી કાઠમંડુ જઈ રહેલી મુસાફરોથી ભરેલી એક બસ ધાદિંગ જિલ્લામાં બેકાબૂ બનીને પૃથ્વી હાઇવે પરથી સીધી જ ત્રિશૂલી નદીમાં ખાબકતા 17 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે ૨૪થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ દૂર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code