1. Home
  2. revoi editor

revoi editor

આગામી 1 એપ્રિલથી દેશમાં 20 ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ અનિવાર્ય

નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી, 2026 – Petrol mixed with 20% ethanol દેશમાં વાહન ચાલકો માટે 1 એપ્રિલથી મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે નિર્દેશ આપ્યો છે કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હવે 20% સુધી ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ (E20) વેચવામાં આવશે. આ નિર્ણય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની સૂચના દ્વારા લાગુ કરવામાં આવ્યો છે. […]

ધૂળેટીના તહેવાર પહેલા જ બજારમાં ઈલેક્ટ્રિક પિચકારી અને વિવિધ રંગોની ધૂમ ખરીદી

અમદાવાદ, 26 ફેબ્રુઆરી 2026: હોળી અને ધૂળેટીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે રંગીન તહેવાર ગણાતા ધૂળેટી માટે વિવિધ રંગો અને પિચકારીઓની ખરીદી થઈ રહી છે. જો કે હાલ દુકાનો પર ખરીદી જોવા મળી રહી છે પણ એકાદ-બે દિવસમાં રોજ પર સ્ટોલ લાગી જશે. આ વખતે ઈલેક્ટ્રિક પિચકારીનો ટ્રેન્ડ વધુ જવા મળી રહ્યો […]

વિધાનસભામાં કોંગ્રેસે પછાત વર્ગને અપાતી અપૂરતી સહાયના મુદ્દે કર્યું વોકઆઉટ

ગાંધીનગર, 26 ફેબ્રુઆરી 2026: ગુજરાત વિધાનસભામાં આજે બજેટ સત્રના 10મા દિવસે ગૃહમાં કોંગ્રસ દ્વારા આક્રમક મુડ જોવા મળ્યો હતો. આજે ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસના ધારાસભ્યોએ અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલ મુદ્દે સૂત્રોચ્ચાર કર્યા હતા અને ટ્રેડ ડીલ રદ કરવાની માગ કરી હતી. અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલના કારણએ ઉદ્યોગકારો, ખેડૂતો અને […]

સુરેન્દ્રનગરમાં પ્રોપર્ટી ટેક્સ ન ભરનારા 50 મકાનોને સીલ, 2200 મિલકતધારકોને નોટિસ

સુરેન્દ્રનગર, 26 ફેબ્રુઆરી 2026: શહેરમાં ઘણાબધા પ્રોપર્ટીધારકો મ્યુનિને ઘરવેરો ચુકવતા નથી. સમયાંતરે નોટિસ આપવા છતાંયે પ્રોપર્ટી ટેક્સ ભરવામાં આવતો નથી. પહેલા સુરેન્દ્રનગર, વઢવાણ અલગ અલગ નગરપાલિકા હતી, એટલે વેરા વસુલાતમાં પુરતું ધ્યાન અપાયું નહતું. પણ હવે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનતા પ્રોપર્ટી ટેક્સની વસુલાત કડક બનાવવામાં આવી છે. શહેરમાં ૧૨૦ કરોડનો બાકી વેરાની વસૂલાત માટે મહાનગરપાલિકાએ વેરો […]

ડાકોર જવા પગપાળા સંઘો થયા રવાના,જય રણછોડના નાદથી માર્ગો ગુંજી ઊઠ્યા

અમદાવાદ, 26 ફેબ્રુઆરી 2026: ફાગણી પૂનમને ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે આજે ગુરૂવારથી પદયાત્રીઓ ડાકોર જવા રવાના થયા છે. અમદાવાદથી ડાકોર જતા રોડ પર પદયાત્રીઓની વણઝાર જોવા મળી રહી છે, પદયાત્રી સંઘો જય રણછોડના નાદ સાથે ભજન કિર્તન કરતા ડાકોર તરફ આગળ વધી રહ્યા છે. રોડની બન્ને બાજુ ઠેર ઠેર સેવા કેમ્પો લાગી ગયા […]

ડેડીયાપાડામાં આદિવાસી ગૌરવ અભિવાદન સમારંભ દરમિયાન કોંગ્રેસ-આપના 1000 કાર્યકરો ભાજપમાં જોડાયા

ડેડીયાપાડા, 26 ફેબ્રુઆરી, 2026 – tribal pride celebration in Dediyapada નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં આજે ગુરુવારે આદિવાસી ગૌરવ અભિવાદન સમારંભ યોજાયો હતો. આ દરમિયાન કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના 1000થી વધુ નેતાઓ-કાર્યકરોએ કેસરિયો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા હતા. પક્ષ દ્વારા જારી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, મોટી સંખ્યામાં […]

જામનગર-રાજકોટ હાઈવે પર અકસ્માતના 2 બનાવમાં મહિલા સહિત બેનાં મોત

જામનગર, 26 ફેબ્રુઆરી 2026:  જામનગર-રાજકોટ હાઇવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે જુદા જુદા અકસ્માતના બે બનાવમાં મહિલા સહિત બેનાં મોત નિપજ્યા હતા. પ્રથમ અકસ્માતનો બનાવ મોડપર ગામના પાટીયા પાસે બન્યો હતો રોડ ક્રોસ કરી રહેલા 70 વર્ષીય મહિલાનું કારની અડફેટે મોત નિપજ્યું હતું.  જ્યારે અકસ્માતના બીજા બનાવમાં જામનગર-લાલપુર ધોરી માર્ગ પર ધરમપુર ગામના […]

થરા નજીક રેતી ભરેલા 10 ડમ્પરો જપ્ત કરાતા ખનીજ માફિયાઓએ કર્યો હુમલો

થરા, 26 ફેબ્રુઆરી 2026: ગુજરાતમાં ખનીજ માફિયાઓ બેફામ થઈ રહ્યા છે. અને ખનીજચોરી અટકાવવા જતા અધિકારીઓ પર હુમલાના બનાવો બની રહ્યા છે. ત્યારે આવો એક વધુ બનાવ બનાસકાંઠાના થરા નજીક શુદ્રોસણ ગામ પાસે બન્યો છે. ગાંધીનગરથી ગયેલી ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ પર હુમલો કરાયો હતો. ટીમે ગેરકાયદેસર રેતી ભરેલા 10 ડમ્પર જપ્ત કરતાં કેટલાક […]

ધારાસભ્યો અને મંત્રીઓને અધિકારીઓએ માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર, 26 ફેબ્રુઆરી 2026: રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો ઊઠી હતી. વિપક્ષના જ નહીં પણ સત્તાપક્ષ ભાજપના જ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. ઉપરાંત મંત્રીઓના જિલ્લાના પ્રવાસ દરમિયાન તેમનું માન સન્માન પણ ન જળવાતું હોવાની ફરિયાદો ઉઠી હતી. આખરે સરકારે આ બાબતને ગંભીરતાથી લઈ લેખિત પરિપત્ર કર્યો છે. પરિપત્રની […]

રાજકોટમાં એક ગઠિયો ત્રણ બેંકના કેશિયરની આંખ સામે 50,000 સેરવી ગયો, જાણો વિગતે

રાજકોટ, 26 ફેબ્રુઆરી, 2026: રાજકોટમાં નાણા ઉચાપતનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક બદમાશે એક જ દિવસમાં શહેરની ત્રણ બેંકમાંથી કેશિયરની આંખ સામે જ રૂપિયા 50,000 સેરવી લીધા અને કોઈને ખબર પણ ન પડી. મીડિયા અહેવાલ અનુસાર આ ઘટનાની વિગત એવી છે કે, રાજકોટમાં એક જ દિવસમાં ત્રણ બેંક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code