
દર્શકો આ સિરિયલ્સના નવા એપિસોડ હવે નહી જોઈ શકે- ગોવામાં ચાલી રહેલા સિરિયલ્સના શૂટિંગ પર પ્રતિબંધ
- ગોવામાં ચાલી રહેલા શૂટિંગ પર પાબંધિ
- હવે કેટલીક સિરિયલો માટે શોધવુંવ પડશે નવું લોકેશન
- જો લોકેશન ન મળે તો નવા એપિસોડ નહી બની શકે
- મેકર્સ માટે સંઘર્ષનો સમય
મુંબઈઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારીના કારણે અનેક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે, ત્યારે આ પ્રતિબંધો અને લોકડાઉનનીન અસર મનોરંજન જગત પર મોટા પાયે જોવા મળી રહી છએ, ત્યારે દર્શકો માટે હવે એક માઠા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, સ્ટાર પ્લસ સહિતની કેટલીક સિરિયલ્સના શૂટિંગ ગોવામાં ચાલી રહ્યા છે, કારણ કે નમહારાષ્ટ્રમાં કોરોનાનો વ્યાપ વધતા શૂટચિંગ પર બેન મૂકવામાં આવ્યો હતો ત્યારે હનવે ગોવામાં પણ શૂટિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.જેથી કેટલીક જાણીતી સિરિયલ્સના શૂટિંગ અટકી ગયા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો વધતા લોકડાઉન કરવાની ફરજ પડી તે સનયગાળાથી ગુજરાત,ગોવા અને અનેક રાજ્યમાં સિરિયલ્સના શૂટિંગ થી રહ્યા છે, ત્યારે 11 જેટલી ખાસ ચર્ચિત કાસિરિયલ્સના શૂટિંગ પર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે,ટીઆરપીમાં પ્રથમ નંબરે આવેલી સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ તથા પાંચમા નંબરે રહેલી ‘કુમકુમ ભાગ્ય’ પણ આ 11 સિરિયલ્સમાં સામેલ છે.
આવી સ્થિતિમાં હવે મેકર્સ માટે નવું લોકેશન શોધવું પડકાર રુપ સાબિત થશે, અને જો વનું લોકેશન શોધવામાં તેઓ સફળ નહી રહે તો દર્શકોને સિરિયલ્સના નવા એપિસોડ માટે લાંબી રાહ જોવી પડે તેમ છે.
મુંબઈમાં શૂટિંગ બંદ થતા જ ચેનલે પોતાના ટોપ TRP વાળા ટીવી શોનું શૂટિંગ મુંબઈ નીબહાર શિફ્ટ કરી દીધું હતું, જેથી ટોપ TRP ધરાવતી સિરિયલ ગોવા, ગુજરાત, હૈદરાબાદ તથા ઉત્તર પ્રદેશમાં શિફ્ટ કરવામાં આવી છે. ત્યારે 11 સિરિયલિસ પર કોરોનાનું ગ્રહણ મંડળાઈ રહ્યું છે.
હાલ અડધા સ્ટાફ સાથે સિરિયલ્સના શૂટિંગ કરવામાં આવી રહ્યા છે, જો કે હવે તેમાં પણ મુશ્કેલી સર્જાઈ રહી છે,ત્યારે હાલ ટિવી પર લોકપ્રિય ક્લાસિકલ સિરિયલ ‘રામાયણ’ ફરી શરૂ કરવામાં આવી છે. આ તણાવપૂર્ણ માહોલમાં ‘રામાયણ’નું પુનઃ પ્રસારણ ફરી લોકોને મનોરંજનની સાથએ સાથએ ભક્તિમય વાતાવરણ પુરુ પાડી રહ્યી છે.
જો કે મુંબઈ સિવાય બહારના રાજ્યોમાં મેકર્સને બાયોબબલ સાથે શૂટિંગ કરવાની પરવાનગી આપવામાં આવી હતી,પરંતુ ગોવામાં 11 સિરિયલિસના શૂટિંગ હવે બંધ કરવાનો વખત આવ્યો છે, જેમાં ગુમ હે કિસી કે પ્યાર મે, આપકી નજરોને સમજા, શૌર્ય ઓર અનોખી કી કહાનિ, કુમકુમ ભાગ્ય, કુંડજલી ભાગ્ય , યે હે ચાહતે, તુજ સે હે રાબ્તા , અપના ટાઈમ ભી આયેગા જેવી જાણીતી સિરયલોનો સમાવેશ થાય છે, ત્યારે હવે મેકર્સ નવા લોકેશન શોધશે કે પછી દર્શકોએ નવા એપિસોડ માટે રાહવ જોવી પડશે તેતો આવનાર સમય જ બતાવશે.