
આદિત્ય એલ-1 આવતીકાલે 5મી વખત પોતાની ભ્રમણકક્ષા બદલે તે પહેલા ઈસરોએ આપ્યા ગુડન્યુઝ – શરુ કર્યું ડેટા એકત્રિત કરવાનું કાર્ય
દિલ્હીઃ- ઈન્ડિય સ્પેસ રિસર્ચ દ્રારા સુર્ય મિશન આદિત્ય એલ 1 લોંચ કરવામાં આવ્યું જ્યારથી આ મિશન લોંચ થયું છે ત્યારથી ઈસરો દ્રારા તેની વિગતવાર માહિતી શેર કરવામાં આવી રહી છે ત્યારે હવે આવતીકાલે મંગળવારે આદિત્ય એલ 1 પાંચમી વખત પોતાની ભ્રમણ ક્ષા બદદવા જઈ રહ્યું છે તે પહેલા ઈસરો દ્રારા એક સારા સમાચાર આપવામાં આવ્યા છે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનએ ભારતના પ્રથમ સૌર મિશન આદિત્ય-L1 મિશનને લઈને એક નવું અપડેટ આપ્યું છે. ઈસરોએ કહ્યું છે કે આદિત્ય-એલ1એ વૈજ્ઞાનિક ડેટા એકત્ર કરવાનું કામ શરૂ કરી દીધું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આવતીકાલે 19 સપ્ટેમ્બર અને ગણેશ ચતુર્થી 19 સપ્ટેમ્બરે આદિત્ય એલ-1 મંગળવારે જ પાંચમી વખત તેની ભ્રમણકક્ષા બદલશે. જો કે, તે પહેલા સોમવારે આદિત્ય-L1 મિશનને લઈને ઈસરોએ કહ્યું છે કે આદિત્ય એલ-1એ ડેટા એકત્ર કરવાનું કામ શરૂ કરી દીધું છે. આનાથી વૈજ્ઞાનિકોને પૃથ્વીની આસપાસના કણોના વર્તનનું વિશ્લેષણ કરવામાં મદદ મળી રહેશે .
Aditya-L1 Mission:
Aditya-L1 has commenced collecting scientific data.The sensors of the STEPS instrument have begun measuring supra-thermal and energetic ions and electrons at distances greater than 50,000 km from Earth.
This data helps scientists analyze the behaviour of… pic.twitter.com/kkLXFoy3Ri
— ISRO (@isro) September 18, 2023