
નવરાત્રીમાં પૂજા કરતા પહેલા આટલી સમાગ્રીઓની પડે છે જરુર, જાણીલો તમે પણ આ વસ્તુંઓ વિશે
- નવરાત્રીની પૂજામાં આ સામગ્રીઓની પડે છે જરુર
- પૂજન કરતા પહેલા જોઈલો સામગ્રીનું લીસ્ટ
9 દિવસના નોરતા અટલે કે નવલી નવરાત્રીનો આરંભ થઈ રહ્યો છે આ નવરાત્રીમાં લોકોનો ઉત્સાહ અનેરો હશે કારણે કે કોરોનાના કારણે 2 વર્ષ બાદ આટલી ઘૂમઘામથી નવરાત્રી યોજાવા જઈ રહી છે.નવરાત્રી દરમિયાન માતાજીની આરતી પૂજાનું પણ એટલું જ વિશેષ મહત્વ રહેલું છે જેટલું ખેલૈયા માટે ગરબાનું, જે લોકો ઉપવાસ કરે છે તેઓ માતાજીની આરતી અને પૂજન પણ કરે છે.
માતાજીની આરાધના ભક્તિનો મહિમા અનેરો છે, આ વખતે શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે ઘટસ્થાપન કરવામાં આવશે. આ દિવસે કલશની સ્થાપના સાથે માતા શૈલપુત્રી દેવીની પૂજા પણ કરવામાં આવશે. મા દુર્ગાની પૂજામાં પૂજા સામગ્રીનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે પૂજા સામગ્રી વિના, દેવી દુર્ગાની પૂજા કરવાથી ઇચ્છિત લાભ પ્રાપ્ત થતો નથી. આવી સ્થિતિમાં નવરાત્રિની શરૂઆત પહેલા તમામ પૂજા સામગ્રીની યાદી તૈયાર કરી લેવી જોઈએ જેથી પૂજા કરવાના સમયે કોઈ સમગ્રી ભૂલી ન જવાય.
આ યાદી પર એક વખત કરીલો નજર
માતાજી માટે સૌો પ્રથમ લાલ રંગની ચુંદડી, લાલ રેશમી બંગડીઓ, સિંદૂરની જરુર પડે છે આ તો રહી માતાજીના શૃગાંરની વાત હવે પૂજામાં, આંબાના પાન, લાલ કપડું, સુતરાઉ કે રુની વાટ, ધૂપ, અગરબત્તી, માચીસ, માતાના પદ માટેનું લાલ કપડું, નાળિયેર, દુર્ગા સપ્તશતી પુસ્તક, ભઠ્ઠી, ચોખા ચોખા, કુમકુમ, મૌલી, દીવો, અખંડ દીપ, ઘી અથવા તલનું તેલ, ફૂલો, ફૂલ-માળા, સોપારી, લવિંગ, એલચી, પતાસા અથવા મિસરી, કપૂર, ગાયનું છાણ, ફળો, મીઠાઈઓ, મા દુર્ગાની પ્રતિમા, ડ્રાયફ્રુટ્સ, હવન માટે આંબાનું લાકડું, જવ, ધૂપ, પંચમેવા, ઘી, લોબાન, ગુગ્ગુલ, લવિંગ, કમળની ગટ્ટા સોપારી, કપૂર, હવન કુંડ આટલી વસ્તુઓ સૌ પેરથમ તમે પૂજા સ્થળ પર ભેગી કરી દો.