1. Home
  2. ગુજરાતી
  3. શિયાળામાં બેસ્ટીના લગ્ન થવાના છે ?તો આ Dresses રહેશે પરફેક્ટ
શિયાળામાં બેસ્ટીના લગ્ન થવાના છે ?તો આ Dresses રહેશે પરફેક્ટ

શિયાળામાં બેસ્ટીના લગ્ન થવાના છે ?તો આ Dresses રહેશે પરફેક્ટ

0
Social Share

તહેવારોની સિઝન ભલે પૂરી થઈ ગઈ હોય પણ લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. હવે હવામાન બદલાવા લાગ્યું છે. ધીમે ધીમે ઠંડી હજુ પણ વધશે. શિયાળાના લગ્નોમાં, યુવતીઓ ઘણીવાર તેમના Dresses ને લઈને મૂંઝવણમાં હોય છે.જો તમે પણ લગ્નમાં કંઈક નવું અને અનોખું પહેરવાનું વિચારી રહ્યા હોવ તો તમે આવા ડ્રેસ ટ્રાય કરી શકો છો.તો ચાલો જાણીએ તેમના વિશે..

સાડી

લગ્નની સિઝનમાં કંઈક અનોખું અને લેટેસ્ટ પહેરવાનું વિચારી રહ્યાં છો, તો તમે પશમીના સાડી ટ્રાય કરી શકો છો.આ લગ્નમાં તમે બ્લેક અને ગોલ્ડ સાડી ટ્રાય કરી શકો છો. આ પ્રકારનું ફુલ સ્લીવ બ્લાઉઝ પશમીના સાડી સાથે બેસ્ટ રહેશે.વેલવેટ અને પશમીનાના યુનિક ફૅશનની સાથે તમે લગ્નમાં પણ વધુ ખૂબસૂરત દેખાઈ શકો છો.

અનારકલી સૂટ

લગ્નની સિઝનમાં અનારકલી સૂટ પહેરી શકાય છે. શિયાળાની ઋતુમાં તમે હેવી વર્ક, એમ્બિલિશમેન્ટ અને એમ્બ્રોઇડરીવાળા આઉટફિટ પહેરી શકો છો. લગ્નની સિઝનમાં તમે ફાઈન થ્રેડવર્ક અનારકલી સૂટ ટ્રાય કરી શકો છો.

વેલવેટ સુટ્સ

વિન્ટર વેડિંગમાં વેલ્વેટ સૂટ ટ્રાય કરી શકાય છે.સ્ટાઇલિશ અને રોયલ લુક સાથે તમે લગ્નમાં વધુ ગોર્જિયસ દેખાઈ શકો છો.શિયાળામાં વેલ્વેટ તમને થોડી હૂંફ પણ આપશે.રિચ અને ગ્રાન્ડ લુક માટે તમે લગ્નમાં પણ આ પ્રકારનો ડ્રેસ ટ્રાય કરી શકો છો.

જેકેટ સાડી

વિન્ટર વેડિંગ સીઝનમાં જેકેટ સાડી ટ્રાય કરી શકાય છે.જેકેટ્સ માત્ર વેસ્ટર્ન આઉટફિટ્સ જ નહીં પણ એથનિક આઉટફિટ્સ પણ ટ્રાય કરી શકાય છે.

વેલવેટ લહેંગા

આ વેડિંગ સીઝનમાં વેલવેટ લહેંગા લુક ટ્રાય કરી શકાય છે.તમે સિમ્પલ અને એથનિક લુક સાથે લગ્નમાં ખૂબસૂરત દેખાઈ શકો છો.આ વેલવેટ તમને ગરમ પણ રાખશે અને અનોખી સ્ટાઇલ આપશે.લગ્નમાં તમે ફુલ સ્લીવ ગ્રીન વેલ્વેટ સાડી ટ્રાય કરી શકો છો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code