1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગર મ્યુનિએ ફાયર સેફટી વિનાની 13 બિલ્ડિંગોને નોટિસ ફટકારી 4 દિવસનો સમય આપ્યો
ભાવનગર મ્યુનિએ ફાયર સેફટી વિનાની 13 બિલ્ડિંગોને નોટિસ ફટકારી 4 દિવસનો સમય આપ્યો

ભાવનગર મ્યુનિએ ફાયર સેફટી વિનાની 13 બિલ્ડિંગોને નોટિસ ફટકારી 4 દિવસનો સમય આપ્યો

0
Social Share

ભાવનગરઃ શહેરમાં રેસિડેન્ટ અને કોમર્શિલ હાઈરાઈઝ અને બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીના પુરતા સાધનો છે. કે, કેમ ? તે માટે પ્રશ્નો ઉઠી રહ્યા છે. ત્યારે તાજેતરમાં હવેલીવાળી શેરીમાં આવેલી એક ગોદામમાં આગ લાગી હતી. અને ફાયરના જવાનોએ જીવના જોખમે એક વ્યક્તિનું રેસ્ક્યુ કર્યું હતુ. આ બનાવ બાદ મ્યુનિ.કમિશનરની સુચનાથી આગની દુર્ઘટના ગ્રસ્ત ઈમારતના માલિક તથા અન્ય 13 બિલ્ડિંગ ધારકોને ફાયરસેફ્ટી અંગે નોટિસ ફટકારવામાં આવી છે. અને ચાર દિવસમાં અગ્નિ શામક અને જીવન રક્ષક સાધનો-સવલતો વસાવી લેવા તાકીદ કરી છે.

ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના પીરછલ્લા શેરી, જમાદાર શેરી, હવેલીવાળી શેરી સહિતના વિસ્તારો અતિગીચ છે, આવા વ્યવસાયી એકમોમાં જયારે મેડિકલ ઈમરજન્સી અથવા આકસ્મિક ઘટના-દુર્ઘટના સર્જાય ત્યારે રાહત અને બચાવ કામગીરી કરવી ખરેખર મુશ્કેલ બનતી હોય છે,  આગ અથવા જર્જરિત ઈમારતો ધસી પડવાની ઘટનામાં બનાવ સ્થળે પહોંચવું કપરું સાબિત થતું હોય છે, પરંતુ આવી આપદા સમયે  જે તે બિલ્ડિંગોમાં અગ્નિ શામક તથા જીવનરક્ષક ઉપકરણો-સવલતો હાજર હોય તો સ્થિતિ સ્ફોટક બનતી અટકાવી શકાય છે. સાથોસાથ મોટી જાનમાલની ખુવારી પણ સરળતાથી નિવારી શકાય છે..

આ અંગે મ્યુનિ.કોર્પોરેશનના ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ ક્રમશ: આ કામગીરી બંધ થઈ હતી પરંતુ તાજેતરમાં શહેરની હવેલીવાળીશેરીમા ઈલેક્ટ્રોનિક વાયરો-ઉપકરણોના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી હતી અને આગના લબકારા વચ્ચેથી એક વ્યક્તિને ફાયરબ્રિગેડના જવાનોએ જીવના જોખમે રેસ્ક્યુ કર્યો હતો. આ અગની ઘટના જે ઈમારતમાં બની હતી એ ઈમારતમાં અગ્નિ શામક તથા જીવન રક્ષક સાધનો-સુવિધાઓ નો અભાવ હતો. જેથી  ફરીવાર ફાયરબ્રિગેડ દ્વારા ફાયરસેફ્ટી અંગે ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે અને આગની ઘટના બની હતી તે ઈમારતના માલિક ઉપરાંત અન્ય એકમ ધારકો મળી 13 મિલ્કત ધારકોને નોટિસ ફટકારી ચાર દિવસમાં અગ્નિ શામક અને જીવન રક્ષક સાધનો-સવલતો વસાવી લેવા તાકીદ કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code