
ભાવનગર: પશ્વિમ રેલવે દ્વારા ભાવનગર- વેરાવળ-ભાવનગર દૈનિક ટ્રેને વડાલ, શાપુર, લુશાળા અને બડોદર રેલવે સ્ટેશન પર સ્ટોપેજને મંજૂરી આપી છે. અને આજે રવિવારે ચારેય સ્ટેશનો પર ટ્રેન ઊભી રહી હતી.
ભાવનગર ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદે જણાવ્યું હતું કે, ભાવનગરથી વેરાવળ ટ્રેન નંબર 09566 વડાલ રેલવે સ્ટેશન, શાપુર રેલ્વે સ્ટેશન પર, લુશાલા રેલ્વે સ્ટેશન પર અને બડોદર રેલ્વે સ્ટેશન પર સ્ટોપેજ અપાયુ છે. આ ટ્રેન અપ ડાઉનમાં બન્ને તરફ ચારેય રેલવે સ્ટેશનો પર ઊભી રહેશે.
આ ઉપરાંત રાજકોટ ડિવિઝનમાં ખંડેરી-પડધરી સેક્શનમાં ડબલ ટ્રેકનું કામ ચાલી રહ્યું હોવાથી ભાવનગર ડિવિઝનની કેટલીક ટ્રેનને અસર થઈ છે. જેના પરિણામે કેટલીક ટ્રેન સંપૂર્ણ તો અમુક ટ્રેન આંશિક રીતે રદ્દ કરવામાં આવી છે. જ્યારે કેટલીક ટ્રેન ડાઈવર્ટ કરવામાં આવી છે તો અમુક ટ્રેન રીશેડયુલ કરવામાં આવેલ છે. જેમાં ટ્રેન નંબર 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી 25.06 2024થી 28.06.2024 સુધી રદ કરાઈ છે તેમજ ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ ઇન્ટરસિટી 26-06-2024 થી 20-06-20 24 સુધી રદ રહેશે. જ્યારે ટ્રેન નંબર 19571 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ 25-06-2024 થી 29-06-2024 સુધી રદ કરાઈ છે તો ટ્રેન નંબર 19571 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ 25-06-2024થી 29-06-2024 સુધી રદ રહેશે. જે ટ્રેનને આંશિક રીતે રદ કરવામાં આવી છે તેમાં 8 ટ્રેનનો સમાવેશ થાય છે. તેમાં ટ્રેન નંબર 09521 રાજકોટ-વેરાવળ લોકલ તા.24-06-2024 થી 28-06-2024 સુધી ભક્તિનગરથી વેરાવળ સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-ભક્તિનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 09522 વેરાવળ-રાજકોટ લોકલ 24-06-2024 થી 28-06-2024 સુધી વેરાવળથી ભક્તિનગર સુધી ચલાવવામાં આવશે.