
અમેઠીમાં માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત, બેની હાલત ગંભીર
લખનૌઃ ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાં મોટો અકસ્માત થયો હતો. બંતા-ટાંડા હાઈવે પર મુન્શીગંજના જામો-ભાદર ઈન્ટરસેક્શન પર બોલેરો અને બાઇક (બુલેટ) વચ્ચે અથડામણ થઈ હતી. આ ભયાનક અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બંનેની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે આ ભયાનક અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર અમેઠી જિલ્લામાં આજે સવારે પરઝડપે પસાર થતી જીપકારે એક મોટરસાઈકલને અટફેટે લીધી હતી. અકસ્માતને પગલે બાઈક પર સવાર લોકો ફંગોળાઈને નીચે પટકાયાં હતા. આ બનાવને પગલે આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. માર્ગ અકસ્માતની ઘટનામાં ચાર વ્યક્તીઓના મોત થયાં હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. તેમજ મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. તેમજ આ અંગે ગુનો નોંધવાની કવાયત શરૂ કરી હતી.