કોંગ્રેસ તરફથી મોટા સમાચાર: સોનિયા ગાંધીની રાજનીતિ 2024માં થઈ જશે ખતમ! નિવૃત્ત થવાનો આપ્યો સંકેત
દિલ્હી:યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાયપુર સત્રમાં પોતાની રાજકીય ઇનિંગ્સનો અંત આવવાનો સંકેત આપ્યો છે.રાયપુર સત્રને સંબોધિત કરતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને રાયબરેસીના સાંસદ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે,મનમોહન સિંહના સક્ષમ નેતૃત્વમાં 2004 અને 2009માં મળેલી જીતથી મને વ્યક્તિગત સંતોષ મળ્યો હતો, પરંતુ મને એ વાતની સૌથી વધુ ખુશી છે કે મારી ઇનિંગ્સ ભારત જોડો યાત્રાની સાથે સમાપ્ત થઇ શકે છે,જે કોંગ્રેસ માટે એક મહત્વપૂર્ણ મોડ હતો.
સોનિયા ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ અને સમગ્ર દેશ માટે આ પડકારજનક સમય છે. ભાજપ-આરએસએસે દેશની એક-એક સંસ્થા પર કબજો કરી તેને બરબાદ કરી નાખ્યો છે. કેટલાક ઉદ્યોગપતિઓની તરફદારીથી આર્થિક તબાહી સર્જાઈ છે.છત્તીસગઢની રાજધાની રાયપુરમાં પાર્ટીના ત્રણ દિવસીય સંમેલનના બીજા દિવસે લગભગ 15,000 પ્રતિનિધિઓને સંબોધતા સોનિયાએ કહ્યું કે ભારતના લોકો સૌહાર્દ, સહિષ્ણુતા અને સમાનતા ઈચ્છે છે.
76 વર્ષીય સોનિયા ગાંધીએ 90ના દાયકામાં ભારતીય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.તે વર્ષ 1998માં કોંગ્રેસના અધ્યક્ષ બન્યા અને વર્ષ 2017 સુધી કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ કર્યું.વર્ષ 2019માં ફરી એકવાર સોનિયા ગાંધીને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.