1. Home
  2. ગુજરાતી
  3. બિહારઃ લઠ્ઠાંકાડના પડઘા વિધાનસભામાં પડ્યાં, સરકારને બરખાસ્ત કરવાની વિપક્ષની માંગણી
બિહારઃ લઠ્ઠાંકાડના પડઘા વિધાનસભામાં પડ્યાં, સરકારને બરખાસ્ત કરવાની વિપક્ષની માંગણી

બિહારઃ લઠ્ઠાંકાડના પડઘા વિધાનસભામાં પડ્યાં, સરકારને બરખાસ્ત કરવાની વિપક્ષની માંગણી

0
Social Share

પટણાઃ બિહારના સારણ (છપરા)માં નકલી દારૂના કારણે 59 લોકોના મોત બાદ હવે સિવાનમાં પણ મોતનો સિલસિલો શરૂ થયો છે. અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે. અહીં, બેગુસરાયના તેઘરામાં એકનું મોત થયું છે અને એકની હાલત ગંભીર છે. બિહારમાં નકલી દારૂના કારણે કુલ મૃત્યુઆંક 65 પર પહોંચી ગયો છે. આ મુદ્દે વિધાનસભામાં સતત ત્રીજા દિવસે ભારે હોબાળો થયો હતો. તેમજ ખુરશીઓ ફેંકવામાં આવી હતી. એટલું જ નહીં સરકારને બરખાસ્ત કરવાની માંગ સાથે વિપક્ષ રાજભવન પહોંચ્યો હતો. વિપક્ષના નેતા વિજય સિન્હાએ પીડિત પરિવારને 10 લાખ વળતર આપવાની માંગ ઉઠાવી હતી. આના પર નીતીશે કહ્યું, ‘જો તે દારૂ પીને મૃત્યુ પામ્યા છે તો શું સરકાર વળતર આપશે? એક પૈસો પણ નહીં આપે.

છપરાના નકલી દારૂ કેસમાં હવે નવો ખુલાસો થયો છે. અહીંના પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલા સ્પિરિટના કન્ટેનરમાંથી સ્પિરિટનો મોટો જથ્થો ગાયબ છે. આ ઝેરી દારૂ તેમાંથી બનાવવામાં આવ્યો હોવાની આશંકા છે, જેના કારણે મોત નિપજ્યા છે. તે ક્યાંયથી નહીં પરંતુ પોલીસ સ્ટેશનમાંથી સપ્લાય કરવામાં આવ્યો હતો. તેના પુરાવા તરીકે ગ્રામજનોએ વીડિયો બનાવીને એક્સાઇઝ વિભાગના મુખ્ય સચિવ કે.કે.પાઠકને મોકલી આપ્યો છે.

ફરિયાદ બાદ મુખ્ય સચિવ એક્શનમાં આવ્યા અને જોઈન્ટ કમિશનર ક્રિષ્ના પાસવાન અને ડેપ્યુટી સેક્રેટરી નિરંજન કુમારને તપાસ માટે મોકલ્યા હતા. ફરિયાદ કરનારાઓએ જણાવ્યું છે કે, ત્યાંથી ચોકીદાર અને પોલીસની મદદથી વેપારીઓને સ્પિરિટ સપ્લાય કરવામાં આવી હતી. ઘણા કન્ટેનરના ઢાંકણા ગાયબ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code