1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બાગેશ્વર બાબાના નામે ભાજપ માર્કેટિંગ કરે છે, ધર્મના નામે ધતિંગના નાટક બંધ કરોઃ શંકરસિંહ વાઘેલા

બાગેશ્વર બાબાના નામે ભાજપ માર્કેટિંગ કરે છે, ધર્મના નામે ધતિંગના નાટક બંધ કરોઃ શંકરસિંહ વાઘેલા

0
Social Share

અમદાવાદ:  ગુજરાતમાં બાગેશ્વર ધામના બાગેશ્વર બાબા યાને ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમનો સુરત, અમદાવાદ અને રાજકોટમાં દિવ્ય દરબાર યોજાશે. છેલ્લા બે દિવસથી બાગેશ્વર બાબાના આગમનને લઈને ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાતાવરણ ગરમાયું છે. ભાજપના નેતાઓ બાબાને આવકારવા થમગની રહ્યા છે. ત્યારે બાગેશ્વર ધામના દરબાર પર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર નિશાન સાંધ્યું હતું અને કહ્યું કે આ તો ભાજપનું માર્કેટિંગ છે. હવે ધર્મના નામે ધતિંગના નાટક બંધ થવા જોઈએ.

સૂત્રોના જણાવ્યા મુજબ બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો આગામી દિવસોએ ગુજરાતમાં દિવ્ય દરબાર યોજાશે. તેના માટેની ધૂમ તૈયારીઓ ચાલી રહી છે. સુરત, અમદાવાદ અને રાજકોટ ખાતે યોજાનારા આ દિવ્ય દરબારને લઈને ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકીય વાતાવરણ ગરમાયું છે. કોંગ્રેસ અને ભાજપના નેતાઓ એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. ત્યારે શંકરસિંહ વાઘેલાએ આજે એક નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે, ધીરેન્દ્ર શાસ્ત્રીનો ગુજરાત પ્રવાસ એ ભાજપનું માર્કેટિંગ છે. આ સાથે ઉમેર્યું હતું કે, દેશમાં ધર્મના નામે ધતિંગ કરનારા લોકો ભૂખ્યા નથી રહેતા.

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર અંગે નિવેદન આપતા કહ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રીનો ગુજરાત પ્રવાસે એ ભાજપનું માર્કેટિંગ છે. આપણાં દેશમાં ધર્મના નામે ધતિંગ કરનારા લોકો ભૂખ્યા નથી રહેતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ધર્મનો રાજકીય ઉપયોગ ન કરવો જોઈએ. ભાજપ ખોટા ચમત્કારના નામે નાટક કરે છે, વૈજ્ઞાનિક યુગમાં આવા ધતિંગને અવકાશ ન હોય.

અત્રે ઉલ્લેખનીય છે કે, બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો આગામી દિવસોએ ગુજરાતમાં દિવ્ય દરબાર યોજાનાર છે. જેમાં સુરત, અમદાવાદ અને રાજકોટ ખાતે યોજાનાર છે. ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈ વિવાદ વધી રહ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code