
દાહોદઃ પંચમહાલના મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નિમષાબેન સુથાર અને કોંગ્રેસના ઉમેદવાર સુરશે કટારા વચ્ચે સીધો ચૂંટણી જંગ હતો. પેટાચૂંટણીમાં ભાજપના નિમષા સુથારની ભવ્ય જીત થઇ છે. કોંગ્રેસના ઉમેદવાર સુરશે કટારાએ હાર સ્વીકારી લીધી હતી. તેની સાથેજ હવે ગુજરાત વિધાનસભામાં ભાજપની સભ્ય સંખ્યા વધીને કુલ 112 ની થઈ છે. વષ 2017માંમા 99 બેઠક પર વિજય થયો હતો. કટારાએ નિમષાબેનને જીત બદલ અભિનંદન પાઠયા હતા
પંચમહાવ જિલ્લામાં મોરવા હડફ વિધાનસભા બેઠકની યોજાયેલી પેટા ચૂંટણીમાં આજે મતગણતરી દરમિયાન ભાજપની જીત નિશ્નિત બનતા કોંગ્રેસે હાર સ્વીકારી લીધી હતી. મત ગણતરીના 18માં રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથાર 49916 મતથી આગળ ચાલી રહ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ કટારાને 18માં રાઉન્ડના અંતે 19086 મત મળતા નિમિષાબેન 30 હજાર કરતા પણ વધુ મતથી આગળ હતા પંચમહાલ જિલ્લાના મોરવા હડફ વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણી માટેનું મતદાન 17મી એપ્રિલના રોજ થયું હતું. આજે તેની મતગણતરી સરકારી વિનિયન કોલેજ ખાતે શરૂ થઈ ગઈ છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ કરવામાં આવી હતી. પહેલા બેલેટ પેપર અને ત્યારબાદ ઇવીએમની મતગણતરી કરવામાં આવી હતી. ભાજપે આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નિમિષાબેન સુથારને મેદાને ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસે સુરેશભાઈ કટારાને મેદાને ઉતાર્યા હતા. મત ગણતરીના શરૂઆતથી ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા હતા. 18માં રાઉન્ડના અંતે ભાજપના નિમિષાબેન સુથાર 49916 મતથી આગળ હતા. જ્યારે કોંગ્રેસના સુરેશભાઈ કટારાને 18માં રાઉન્ડના અંતે 19086 મત મળતા ભાજપના નિમિષાબેન 30 હજાર કરતા પણ વધુ મતથી આગળ રહેતા કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ કટારા મતગણતરી કેન્દ્ર છોડીને જતા રહ્યા હતા. આમ કોંગ્રેસે હાર સ્વીકારી લાધી હતી.