1. Home
  2. ગુજરાતી
  3.  પેમેન્ટ ચૂકવણી કરીને ઈન્સ્ચાગ્રામ અને ફેસબૂક માં મેળવી શકાશે બ્લૂટીક – ભારતમાં સેવા શરું
 પેમેન્ટ ચૂકવણી કરીને ઈન્સ્ચાગ્રામ અને ફેસબૂક માં મેળવી શકાશે બ્લૂટીક – ભારતમાં સેવા શરું

 પેમેન્ટ ચૂકવણી કરીને ઈન્સ્ચાગ્રામ અને ફેસબૂક માં મેળવી શકાશે બ્લૂટીક – ભારતમાં સેવા શરું

0
Social Share
  • ફએસબૂક ઈન્સ્ટાગ્રામમાં પૈસા ચૂકવીને મેળવી શકાશે બ્લૂટીક
  • હવે ભારતમાં આ સર્વિસ શરુ

દિલ્હીઃ- છેલ્લા ઘમા સમયથી ટ્વિટર પર બ્લૂટીકની ચર્ચાઓ થી ત્યાર બાદ મેટાએ પણ ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ માટે પેમેન્ટ ચૂકવણી કરીને બ્લૂટીક મેળવવાની જાહેરાત કરી હતી ત્યારે હવે આ પેમેન્ટ સર્વિસ સિસ્ટમ ભારતમાં શરુ કરવામાં આવી ચૂકી છે.

આ અંગે કંપનીએ બુધવારે આ જાણકારી આપી. પ્રાપ્ત જાણકારી પ્રમાણે  ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની માલિકી ધરાવતી સોશિયલ મીડિયા જાયન્ટ મેટાએ ભારતમાં 699 રૂપિયાની માસિક સબ્સ્ક્રિપ્શન કિંમતે મોબાઇલ એપ્લિકેશન્સ માટે વેરિફાઇડ સેવા શરૂ કરી દીધી છે.

મેટા આવનારા મહિનામાં વેબ પર 599 રૂપિયા પ્રતિ માસના સબ્સ્ક્રિપ્શન કિંમતે વેરિફાઇડ સેવા શરૂ કરવાની યોજના પણ બનમાવી  છે. “મેટા વેરિફાઈડ આજથી ભારતમાં ઈન્સ્ટાગ્રામ અથવા ફેસબૂક પર સીધી ખરીદી માટે ઉપલબ્ધ છે.

બુધવારે એક નિવેદનમાં આ માહિતી આપતા, મેટાએ જણાવ્યું હતું કે તે આગામી થોડા મહિનામાં વેબ પર 599 રૂપિયા પ્રતિ મહિનાના દરે વેરિફાઇડ સેવા શરૂ કરવાની યોજના બનાવી રહી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “મેટા વેરિફાઇડ સેવા ભારતમાં ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક પર ખરીદી માટે ઉપલબ્ધ છે. લોકો આ સેવા iOS અને Android પર 699 રૂપિયા પ્રતિ મહિનાના દરે ખરીદી શકે છે. થોડા મહિનામાં અમે રૂ. 599 પ્રતિ મહિને વેબ વર્ઝન વિકલ્પ પણ રજૂ કરીશું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code