1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટના મેટોડા GIDCમાં એક ફેક્ટરીમાં બોઇલર ફાટતા શ્રમિકનું મોત, 4ને ઇજા
રાજકોટના મેટોડા GIDCમાં એક ફેક્ટરીમાં બોઇલર ફાટતા  શ્રમિકનું મોત, 4ને ઇજા

રાજકોટના મેટોડા GIDCમાં એક ફેક્ટરીમાં બોઇલર ફાટતા શ્રમિકનું મોત, 4ને ઇજા

0
Social Share

રાજકોટઃ શહેરની મેટોડા GIDCમાં આવેલી એક ફેક્ટરીમાં રવિવારે સવારે ધડાકાભેર બોઇલર ફાટતા ભૂંકપ જેવો અનુભવ આસપાસના લોકોએ અનુભવ્યો હતો. પ્રચંડ બ્લાસ્ટના અવાજથી આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનામાં ફેક્ટરીમાં કામ કરતા પાંચ શ્રમિકને ગંભીર રીતે ઇજા પહોંચી હતી. આથી તમામને 108 મારફત રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં અરવિંદ જયરામભાઈ ચૌહાણ (ઉં.વ.30) નામનો શ્રમિક ગંભીર રીતે દાઝી જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. જ્યારે ચાર શ્રમિકો સારવાર હેઠળ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના મેટોડા GIDCમાં આવેલી એક ફેક્ટરીમાં બોઇલર ફાટતા આગ પણ લાગી હતી. આથી ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર ફાઈટરો દોડી ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકોમાં નાસભાગ મચી હતી. બોઇલરના પ્રચંડ બ્લાસ્ટથી ફેક્ટરીના આખેઆખા શેડનાં પતરાં તૂટી ગયાં હતાં અને મોટાભાગનાં પતરાં જમીન પર પડ્યાં હતાં. તેમજ કેટલાંક પતરાં ઊડીને આસપાસના વિસ્તારોમાં પણ પડ્યાં હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં જ   મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ફેક્ટરીમાં ધડાકાભેર બોઇલર ફાટતા પ્રચંડ અવાજ આવ્યો હતો. તેમજ આ વિસ્તારમાં જમીન પણ ધણધણી ઊઠી હોય તેવો અનુભવ લોકોમાં થયો હતો. આગના ધુમાડા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. અવાજ સાંભળતા જ લોકો પોતાનાં ઘર અને ફેક્ટરીની બહાર દોડી આવ્યા હતા. ફેક્ટરીમાં પણ મોટાપાયે નુકસાન થયાનું જાણવા મળ્યું છે.

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code