1. Home
  2. ગુજરાતી
  3. બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાનની અપકમિંગ ડબલરોલ વાળી ફિલ્મનું શૂટિંગ શરુ થશે પૂણેમાં – પોતાની ફિલ્મ જાતે જ કરશે પ્રોડ્યૂસ
બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાનની અપકમિંગ ડબલરોલ વાળી ફિલ્મનું શૂટિંગ શરુ થશે પૂણેમાં – પોતાની ફિલ્મ જાતે જ કરશે પ્રોડ્યૂસ

બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાનની અપકમિંગ ડબલરોલ વાળી ફિલ્મનું શૂટિંગ શરુ થશે પૂણેમાં – પોતાની ફિલ્મ જાતે જ કરશે પ્રોડ્યૂસ

0
Social Share
  • શાહરુખની અપકમિંગ ફિલ્મનું શૂટિંગ થશે શરુ
  • વાયકોમ 18 એ સાથ ન આપતા જાતે જ બનાવશે ફિલ્મ
  • આ ફિલ્મમાં શાહરુખ ડબલ રોલમાં જોવા મળશે

 

મુંબઈઃ- બોલિવૂડના કિંગખાન પોતાની ફિલ્મો અને એક્ટિંગને લઈને હંમેશા ચર્ચામાં રહે છે,વિશઅવભરમાં તેમના કરોડો ચાહક છે, ત હાલમાં તેમની અપકમિંગ ફિલ્મની તૈયારીમાં તેઓ જોતરાયા છે,  શાહરૂખે ફિલ્મ નિર્માણ કંપની વાયકોમ 18 સાથે પોતાનો સોદો કરવામાં નિષ્ફળ રહ્યા બાદ પોતાની ચર્ચીત ડબલ રોલ વાળી ફિલ્મ હવે જાતે જ બનાવવાનો નિર્ણય કર્યો છે. તેમની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ હવે ફિલ્મનું શૂટિંગ શરૂ થયા બાદ જ આ ફિલ્મના વિતરણ અને અન્ય અધિકારો પર વધુ ચર્ચા કરશે.

આ પહેલા શાહરુખની ફઇલ્મ ઝિરો રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા બનાવવામાં આવી હતી. શાહરૂખ ખાનની ડબલ રોલવાળી ફિલ્મનું નિર્દેશન એટલીએ કર્યું છે અને તેનું શૂટિંગ પુણેમાં શરૂ થવા જઈ રહ્યું છે. ફિલ્મમાં તેમની સાથે નયનતારા જોવા મળશે, અને તેમના સિવાય દક્ષિણ ભારતીય સિનેમાના અન્ય દિગ્ગજ કલાકારો પણ આ ફિલ્મમાં કામ કરી રહ્યા છે. હિન્દી સિવાય આ ફિલ્મ અન્ય મુખ્ય ભારતીય ભાષાઓમાં પણ રિલીઝ થવાની છે.

આજકાલ શાહરૂખ ખાન યશરાજ ફિલ્મ્સના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ‘પઠાણ’નું શૂટિંગ પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. તેનું છેલ્લું શેડ્યૂલ સ્પેનમાં થનાર છે જેમાં ફિલ્મની હિરોઇન દીપિકા પાદુકોણ પણ તેની સાથે ભાગ લેશે. આ શૂટિંગ શેડ્યૂલ પર જતા પહેલા, શાહરૂખ થોડા દિવસો માટે પુણેમાં તેની હોમ પ્રોડક્શન ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. માહિતી અનુસાર, આ ફિલ્મના નિર્દેશક એટલીએ તેની ટીમ સાથે છેલ્લા ઘણા દિવસોથી પુણેમાં જોવા મળ્યા છે.શાહરૂખ જ્યારે તેની ફિલ્મ ‘પઠાણ’નું શૂટિંગ પૂરું કરીને સ્પેનથી પરત આવશે ત્યારે આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code