Homeગુજરાતીબોલિવૂડ અભિનેતા શાહરુખ ખાનને કસ્ટમ વિભાગે મુંબઈ એરપોર્ટ પર રોક્યો,જાણો આખો મામલો

બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાનને કસ્ટમ વિભાગે મુંબઈ એરપોર્ટ પર રોક્યો,જાણો આખો મામલો

મુંબઈ:બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનને કસ્ટમ્સે 7 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.એરપોર્ટ પર તૈનાત એર ઈન્ટેલિજન્સ યુનિટના સૂત્રો દ્વારા મીડિયા હાઉસને આ અંગેની જાણકારી આપવામાં આવી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે,જ્યારે શાહરૂખ ખાન શુક્રવારે રાત્રે શારજાહથી પરત આવી રહ્યો હતો,ત્યારે કસ્ટમ્સે તેમને મુંબઈ એરપોર્ટ પર લગભગ એક કલાક સુધી રોક્યા હતા.જોકે કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે,મુંબઈ એરપોર્ટ પર શાહરૂખ ખાનને ન રોકીને તેના બોડીગાર્ડે રોક્યો હતો.જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સમર્થન નથી.

રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે,એરપોર્ટ પર તપાસ દરમિયાન અભિનેતા પાસે મોંઘી ઘડિયાળોના કવર મળી આવ્યા હતા.આ કવર્સની કિંમત લગભગ 18 લાખ રૂપિયા હતી.આ કારણોસર તેને દંડ ફટકારવામાં આવ્યો હતો અને લગભગ રૂ. 6.83 લાખની કસ્ટમ ડ્યુટી ભરવાનું કહેવામાં આવ્યું હતું.

 

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img