
ભારતીય શેરબજારમાં તેજીઃ સેન્સેક્સ 73,100ને પાર
નવી દિલ્હીઃ ગઈકાલે રામ નવમી નિમિત્તે શેરબજાર બંધ રહ્યું હતું અને એક દિવસની રજા બાદ બજાર તેજી સાથે વેપાર માટે ખુલ્યું હતું. આઇટી શેર્સ જ્યારે ખુલ્યા ત્યારે 0.88 ટકા વધ્યા હતા પરંતુ શરૂઆતની મિનિટોમાં જ રેડ ઝોનમાં સરકી ગયા હતા. મિડકેપ ઇન્ડેક્સ વધી રહ્યો છે અને બેન્કિંગ શેરોમાં મજબૂતીથી બજારને પણ સપોર્ટ મળ્યો છે.
બજારની શરૂઆતની સાથે જ BSE સેન્સેક્સ 239.42 પોઈન્ટ અથવા 0.33 ટકાના વધારા સાથે 73,183 ના સ્તર પર ખુલ્યો હતો. NSE નો નિફ્ટી 64.45 પોઈન્ટ અથવા 0.29 ટકા વધીને 22,212 ના સ્તર પર ખુલ્યો.
નિફ્ટીના 50 શેરોમાંથી 36 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે અને 14 શેરોમાં મજબૂતી જોવા મળી રહી છે. સૌથી વધુ ઉછાળો HDFC લાઇફ, BPCL, અદાણી પોર્ટ્સ, પાવરગ્રીડ, હિન્દાલ્કોના શેરમાં જોવા મળી રહ્યો છે. ઘટતા શેરોમાં HCL ટેલ અપોલો હોસ્પિટલ, NTPC, ટેક મહિન્દ્રા અને નેસ્લેના નામનો સમાવેશ થાય છે.