
વરસાદના કારણે અમદાવાદના બોપલ,ઘુમા અને સાઉથ બોપલમાં ભારે પાણી ભરાયા – શાળાઓ કોલેજોમાં રજા જાહેર
- અનદાવાદના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
- આજે શાળઆ કોલેજોમાં રજા જાહેર કરાઈ
- વિતેલી રાત્રે વરસાદના કહેરથી અમદાવાદની દશા બેઠી
અમદાવાદ – સમગ્ર ગુજરાતમાં મેધ મનહેર જોવા મળી રહી છે ત્યારે છેલ્લા કેટલાક દિવસથી અમનદાવાદમાં માત્ર વરસાદી ઝાપટા આવતા હતા પરંતુ વિતેલી રાત્રે અમદાવાદમાં 4.5 ઈચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે.ધોધમાર પડેલા વરસાદે અમદાવાદની દશા જ બદલી નાખી છે,અમદાવાદ શહેરના અંડર બ્રિજ પાણીમાં ગરકાવ થયા છે તો રસ્તાો પણ ઘુંટણ સમા પાણી ભરાયા છે.
વિતેલી રાત્રે 7 વાગ્યાથી શરુ થયેલો વપસાદ અટકવાનું નામ નહોતો લેતો જેને લઈને અમદાવાદની સોસાયટીઓ પણ પાણીમાં ગરકાવ થઈ હતી, આ સાથે જ વાહન ચાલકોએ હાલાકીનો માસનો કરવો પડ્યો હતો. કેટલાકના વાહનોને ઘક્કા મારવા પડ્યા હતા એટલું જ નથી રસ્તાઓ પરથી પસાર થતા વાહન ચાલકોને આગળનું દર્શ્ય પણ દેખાતું નહતું .
ઘુમા-બોપલ અને સાઉથ બોપલમાં ભારે પાણી
વકીલ બ્રિજથી ઘુમા જતા રસ્તાઓ પણ ભારે પાણી ભરાયા હતા સાથે જ નીચાણ વાળી દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા, વિતેલી રાત્રે એક તરફ વરસાદ શરુ હતો તો બીજી તરફ વાહન ચાલકો ભરપાણીમાં ગાડીને ઘક્કા મારતા નજરે પડ્યા હતા.
અતિભારે વરસાદને કારણે AMC એ આજરોજ સોમવારે AMC સંચાલિત તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે જેથી આજે શાળાઓ અને કોલેજો બંધ રહેશે. આ ઉપરાંત ખાનગી શાળાઓ પણ લગભગ બંધ રહી શકે છે.
ઉલ્અલેખનીય છે કે મદાવાદનો કોઇ પણ વિસ્તાર બાકી નથી કે જ્યાં પાણી ન ભરાયું હોય. સામાન્ય રીતે ટાયર ડુબે એટલું પાણી ભરાતું હોય છે જો કે અમદાવાદમાં ઘોઘમાર ખાબકેલા વરસાદે સમગ્ર શહેરને તળાવના રુપમાં ફેરકવ્યું છે.
હાટકેશ્વર સર્કલ ત્રણ દિવસમાં બીજી વાર બેટમાં ફેરવાયું હતું. ખોખરા ગુજરાત હાઉસીગ બોર્ડના બ્લોકો અને સર્વોદયનગરમાં નાગરિકોના ઘરમાં પાણી ભરાવાનું શરૂ થઇ ગયું હતું.
જો જૂદા જૂદા વિસ્તારોની વાત કરીએ તો પાલડીમાં સૌથી વધુ 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઉસ્માનપુરા અને બોડકદેવમાં 8-8 ઈંચ વરસાદ, મક્તમપુરા અને જોધપુરમાં 7.5 ઈંચ વરસાદ, બોપલ અને ગોતામાં 6-6 ઈંચ, સરખેજમાં 5 ઈંચ, વટવામાં 5 ઈંચ, મણિનગરમાં 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. સાયન્સ સિટી અને ચાંદલોડિયામાં 4-4 ઈંચ વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરમાં મૂશળધાર વરસાદથી જળબંબાકાર બન્યું છે,ઘુમા બોપલ રસ્તાઓ સમગ્ર પાણીમાં ગરકાવ થયા હતા ત્યારે સાઉથ બોપલમાં દુકાનો સુધી પાણી પહોંચી ગયું હતી