
નવરાત્રીમાં દિવડાઓ પ્રગટાવિને ઘરમાં લાવો સકારાત્મક ઊર્જા, જાણો શા માટે દિવડા પ્રગટાવવાનું આ પર્વમાં છે મહત્વ
નવરાત્રી શરુ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે 15 ઓક્ટબરે પ્રથમ નોરતું છે ત્યારે આ પર્વમાં દિવડાઓ પ્રગટાવવાનું ખાસ મહત્વ રહેલું છે. સાંજના અનેક ઘરોમાં માતાજીના દરબારમાં દિવો પ્રગટાવવામાં આવે છે આ દિવા પ્રગટાવવાનું વિશેષ મહત્વ રહેલું છે તો ચાલો જાણીએ દિવો પ્રગટવતા વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ
. વાસ્તુશાસ્ત્ર અનુસાર થાળીમાં દીવો પ્રગટાવીને આખા ઘરમાં ફેરવવામાં આવે છે આમ કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. પરંતુ ઘણીવાર લોકો દીવો પ્રગટાવતી વખતે કેટલીક ભૂલો કરે છે. જેની અસર આર્થિક જીવન પર પડે છે. ચાલો જાણીએ કે દીવો પ્રગટાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
ભગવાનની પૂજામાં દીવાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓ પ્રમાણે પૂજામાં માત્ર યોગ્ય આકારના દીવાનો ઉપયોગ કરવો સારી બાબત છે.પૂજા શરૂ કરતા પહેલા એ પણ ધ્યાન રાખો કે દીવો સાફ છે કે નહીં. પૂજામાં ઉપયોગમાં લેવાતા પિત્તળના દીવાને જો યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો ભગવાનની પૂજા જાણે અઘુરી રહે છે.
પૂજા દરમિયાન દીવો ક્યારેય ખાલી ન રાખવો. પૂજા સ્થાન પર અક્ષતને બિછાવીને તેના પર દીવો કરવો જોઈએ. તેમજ તે સ્થાનને ગંગાજળથી શુદ્ધ કરવું જોઈએ.આ સિવાય તમારે તમારા ઘરમાં સમયાંતરે ગંગાજળનો છંટકાવ કરતા રહેવું જોઈએ. આમ કરવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી નથી.
જો આપણે દરરોજ સવાર-સાંજ ઘરમાં દીવો પ્રગટાવીએ તો એ વાતનું ધ્યાન રાખો કે ઘીના દીવામાં રૂની વાટનો ઉપયોગ કરવામાં આવે છે,આ સાથે જ તેલના દીવામાં લાલ રંગની કલવાની વાટનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે.